- જુનાગઢ બસ સ્ટેશન સામેનું સગવડતા વિનાનું સહકાર ભવન મનપાની મેલી મુરાદાથી ઉભુ છે અડીખમ
- સહકાર ભવન પક્ષીઓનો ચબુતરો બનતા દુકાન માલિકો,રાહદારીઓ,હેરાન પરેશાન
જુનાગઢ બસ સ્ટેશન સામે આવેલા સહકાર ભવન માં ઘણી સહકારી શાખાઓ,પ્રાઇવેટ દુકાનો,ઓફિસો,અને એજન્સીઓ, આવેલી છે. વર્ષો થી કોઈ પણ મરામત કે કાળજી વિનાની ઊભેલી આ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ જોવા મળતી નથી, ટોઇલેટ,પાણી ની સમસ્યાથી લઈ વાહન પાર્કિંગ સુધી ના પ્રશ્નો ને લીધે અહીંના દુકાન ધારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.બીજી તરફ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક,જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ, એસ.ટી મજદૂર સંઘ, ગુજરાત સ્ટેટ કો. ઓપ્રેટિવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ જેવી શાખાઓ શાખાઓ ,દુકાનો,ઓફિસો,એજન્સીઓ માં આવનારા લોકો પણ આ બાબતે ત્રાહિમામ પોકારી ગયા છે.બીજું કે બાજુ માં આવેલી હોસ્પિટલ ના લીધે સહકાર ભવનમાં આવેલ પાર્કિંગ માં કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને પ્લાસ્ટિક તેમજ મેડિકલ કચરાને લીધે રોગચાળો પણ થાય છે બીજું કે આ સહકાર ભવન રાત્રે ખાલી રહેલ માળમાં આવારા તત્વોનો અડ્ડો બની જાય છે,બિલ્ડિંગમાં કોઈ પણ જાતની સગવડો કે મેન્ટેનસ ના હોવાને કારણે લોકો બિલ્ડિંગ માં જ પોતાની ગાડીઓ પાર્ક કરે છે અને આજુ બાજુ માં હોસ્પિટલ આવેલ હોવાથી દર્દીઓ ને પણ હાલાકીનો સામનો કરવો પડે છે.આટલા વર્ષો વીતવા છતા એક કલર નો પીછો ના લગાવી શકનાર હવે કોઈ સગવડો આપશે કે ચોમાસા ની રાહ જોવાશે…..