સાંતલપુરના ચારણકામાં સોલર પ્લાન્ટ નાખવા મામલે ખેડુતો અને માલધારીઓ અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો હતો પ્લાન્ટ ની બાજુમાં જ બીજા નવા સોલાર પ્લાન્ટ માટે કંપનીએ ૩૦ એકર જમીન ફાળવી છે જેમાં બીજો સોલાર પ્લાન્ટ બનાવવાની તૈયારીઓ કરતા સ્થાનિક માલધારીઓ અને ખેડુતોમાં ભારે રોષની લાગણી જોવા મળેલ .
ખેડુતો દ્વારા કંપની સામે ઉગ્ર પ્રદર્શન કરી સોલાર પ્લાન્ટ અન્ય સ્થળે બનાવવા માટે માગ કરવામાં આવી હતી સાંતલપુર તાલુકાના ચારણકા ખાતે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ આવેલો છે તેની બાજુમાં બીજો ૧૫ મેગાવોટ સોલર પ્લાન્ટ નાખવા માટે જીટીપીએલ કંપની દ્વારા 15 મેગાવોટનો સોલર પ્લાન્ટ નાખવા માટે જીએસએફસી વડોદરાની કંપનીને જમીન ફાળવણી કરી છે .
જેથી ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે જેમાં ૩૦ હેક્ટર જમીન કંપનીને ફાળવી દેતા સાંતલપુર તાલુકાના ચારણકા ગામ ના ખેડૂતોએ અર્ધનગ્ન થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ચારણકા ગામના ખેડુતોની ગામના ખેડુતોના ખેતરો ના રસ્તાઓ ,સ્મશાનભૂમિ ગામના ડેમો નાશ થતા હોય તેને લઇને ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરેલ.