Samay Sandesh News
અમરેલીગુજરાત

સાવરકુંડલા માનવમંદિરની મુલાકાતે ઉધોગપતિ વસંતભાઈ ગજેરા

સાવરકુંડલા માનવમંદિર ની મુલાકાતે ઉધોગપતિ વસંતભાઈ ગજેરા
સાવરકુંડલા ના માનવમંદિર ની મુલાકાતે આવેલ અમરેલી ના ઉધોગપતિ અને સંવેદનશીલ વસંતભાઈ ગજેરા જેઓ અનેક સંસ્થા નુ સંચાલન કરી રહ્યા છે. ખુબ જ વ્યસ્ત ગજેરા સાહેબ પોતાનો કિંમતી સમય કાઢી માનવમંદિર ના હરિ ના બાળકો (મનોરોગી બહેનો) સાથે વાતચીત કરી હતી. દરેક સમાજ ને ઉપયોગી થાય તેવી અનેક સામાજિક સંસ્થાઓ ના સ્થાપક છે. જેમ કે શાંતાબા મેડીકલ કોલેજ અમરેલી, જનરલ હોસ્પિટલ અમરેલી, ગજેરા સંકુલ અમરેલી, વાત્સલ્ય ધામ સુરત, લક્ષ્મી ડાયમંડ સુરત જેવી અનેક સંસ્થાઓ નુ સંચાલન કરતા ગજેરા પોતાનો કિંમતી સમય માનવમંદિર માટે ફાળવેલ.

માનવમંદિર ના સંતશ્રી ભક્તિબાપુ ની સેવા વંદન કરી માનવમંદિર ના સેવકગણ ને અભિનંદન આપેલ. માનવમંદિર ખાતે નવ નિર્મિત ભોજનાલય માટે રૂપિયા બે લાખ નુ અનુદાન ભેટ આપેલ. આ તકે તેમની સાથે અમરેલી વિધાસભા કેમ્પસ ડાયરેક્ટર શ્રી હસમુખભાઈ પટેલ,ગજેરા સંકુલ અમરેલી ના ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખુટ,એસ.પી.જી.અધ્યક્ષ ભુપતભાઈ સાવલીયા, રાજુભાઈ ઝાલાવડીયા, ભાવેશભાઈ નાકરાણી, સાવરકુંડલા લાયન્સ કલબ ના પ્રેસીડન્ટ કરશનભાઈ ડોબરીયા,વાઈસ પ્રેસીડન્ટ દેવચંદભાઈ કપોપરા, ડિરેક્ટર કમલભાઈ શેલાર, તેમજ માનવમંદિર સેવકગણ દિનેશભાઈ ગોંડલીયા,સુર્યકાંતભાઈ ચૌહાણ, બળવંતભાઈ મહેતા, રહિમભાઈ, ભુરાભાઈ વાળા, બાબુભાઈ બિલખીયા અને ભાવેશભાઈ દવે ઉપસ્થિત હતા

Related posts

જી.આઇ.ડી.સી. દરેડ ખાતે કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ તથા જી.આઇ.ડી.સી. એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી

samaysandeshnews

અરવલ્લી:શામળાજી અને ભિલોડામાં વહેલી સવારથી જ વરસાદ, ખેડૂતોમાં ખુશીની લહેર

cradmin

Hit and Run: થરાદમાં ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે માતાનું ઘટના સ્થળે મોત તથા પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!