બેફામ બનેલાં ટ્રકે પાછળથી ટક્કર મારી ડબલ સવારી બાઈકને અડફેટમાં લેતાં એકનું ઘટના સ્થળે મોત
પંથકમાં બેફામ બનેલા ટ્રકો નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે જેમાં મોડી સાંજે મોરબી તરફથી આવતા પુરપાટ ટ્રકે સુર્યનગરથી સુંદર ગઢ જતાં ડબલ સવારી મોટરસાયકલ ને અડફેટમાં લેતાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.
જ્યારે અન્ય એકનો ચમત્કારિક બચાવ થયો હતો બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયાં હતાં અને પોલીસને જાણ કરીને લાશને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ હળવદના સુંદરગઢમા જીકીયારીના કિશન મનસુખભાઇ પિપરીયા લગ્ન પ્રસંગમાં આવ્યાં હતાં મોડી સાંજે સુર્યનગરથી સુંદરગઢમા જતાં હતાં તે દરમિયાન મોરબી તરફથી આવતા પુરપાટ ઝડપે ટ્રકે ડબલ સવારી બાઈકને અડફેટમાં લેતાં કિશનભાઈનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જ્યારે અન્ય એકનો ચમત્કારિક બચાવ થયો હતો.સુંદર ગઢ પાસે બનેલા સમગ્ર બનાવના સીસીટીવી સામે આવ્યાં છે અને જેમા પુરપાટ ઝડપે જતાં ટ્રકે બાઈકને અડફેટમાં લીધેલા દ્રશ્યો સામે આવ્યાં છે ત્યારે આ ઘટનાને પગલે ટ્રક ચાલક વિરુદ્ધ ગ્રામજનોએ ભારોભાર રોષ વ્યકત કર્યો હતો અને પોલીસને જાણ લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.