સુરતની લેન્સર્સ આર્મી સ્કૂલમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમી આવનારા દિવસોમાં ખેલો શૂટિંગ નામક પ્રોજેક્ટ શરુ કરવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ લોકોમાં એર પિસ્તોલ તેમજ રાઇફલ શૂટિંગની રમત વિશે જાગૃકતા પેદા કરવાનો છે.શૂટિંગ એક વિશ્વવિખ્યાત રમત છે જેનું સ્થાન ઓલમ્પિક જેવી સ્પર્ધાઓમાં પણ છે તેમ છતાં મોટાભાગના લોકોને શૂટિંગની રમત વિશે પૂરતું જ્ઞાન નથી.એકેડમીના મુખ્ય હોદેદાર વિમલ રાજ્યગુરુ(ફાઉન્ડર) અને દિવ્યેશ ગેડીયા (ડિરેક્ટર) તેમજ કોચ સાઈ ચેવલીનું કહેવું છે કે તે ખેલો શૂટિંગના અંતર્ગત વિવિધ સ્થળોએ જેમકે શાળાઓ , કોલેજો… વિગેરેમાં શૂટિંગ કેમ્પનું આયોજન કરી લોકોને એર શૂટિંગ સ્પોર્ટસ વિશે સચોટ અને સંપૂર્ણ માહિતી પુરી પાડશે સાથે-સાથે શૂટિંગની રમતમાં જોડાવાથી શું-શુ ફાયદો થઇ શકે છે તેના વિશે લોકોને માહિતગાર કરશે.વધુમાં તારીખ ૨૭/૦૨/૨૦૨૨ ના રવિવારે ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમી લેન્સર્સ આર્મી સ્કૂલમાં ખેલો શૂટિંગ ૧૦મી એર પિસ્તોલ તેમજ રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરી ખેલો શૂટિંગ પ્રોજેક્ટનો પ્રારંભ કરશે.