Samay Sandesh News
ગુજરાતસુરત

સુરત નાં ગાંધી બાગમાં ઘુસ્યાં ચંદન ચોર ” પુષ્પા”

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા ગાંધીબાગમાંથી રવિવારે બે ચંદનના વૃક્ષોની ચોરી થતાં ગાર્ડન વિભાગ દોડતું થઇ ગયું હતું. આ બાબતે ગાર્ડન વિભાગ દ્વારા સિક્યુરિટી એજન્સીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે.દેશમાં હાલ સિનેમા ગૃહમાં સાઉથની ફિલ્મ પુષ્પા સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે.ચંદનના વૃક્ષોની ચોરીના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને જોઈ સુરતના ચંદન ચોરી કરનાર ફરી સક્રિય બન્યા હોય એમ લાગી રહ્યું છે. ચંદન વૃક્ષોની શહેરના ગાંધીબાગમાંથી ચોરી કરવામાં
કરવામાં આવી છે. જેને લઇને ગાર્ડન વિભાગ દોડતું થઇ ગયું છે.

ગાંધીબાગ માંથી પાંચ મહિના પહેલાં પણ આ જ રીતે ચંદનના વૃક્ષની ચોરી થઇ હતી અને ત્યારે પણ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી ચોર  પોલીસ પકડથી દુર છે. હવે ફરીથી આ બાબતે ગાર્ડન વિભાગ દ્વારા સિક્યુરિટી એજન્સીઓએ પોલીસમાં ફરિયાદ કરી છે. સુરતમાં પણ પુષ્પા ફિલ્મની જેમ ચંદન ચોર સક્રિયઆ ચોરીની ઘટના 29મી જાન્યુઆરીએ બની છે. 30મીએ ગાર્ડનમાં સુપરવાઈઝરે રાઉન્ડ મારતા જોયુ કે બે ચંદનના વૃક્ષ ચોરાઈ ગયા છે. તેને ચોરી કરવા માટે પણ નીચેથી બે સળિયા કાપી નાખ્યા છે. ચારથી પાંચ ફૂટનું વૃક્ષ કાપીને લઇ ગયા છે. પાંચ મહિના પહેલાં પણ ચોરી થઇ હતી. ગાર્ડનમાં હાલ ચંદનના 10 જેટલા ઝાડ છે. જેને રોજે રોજે સિક્યુરિટી અને સુપરવાઈઝરે રાઉન્ડ મારી ચેક કરે છે. પોલીસ ફરિયાદમાં સિક્યુરિટી ઓફિસરને જાણ કરી છે તે પોલીસ ફરિયાદ કરશે એમ કહ્યું છે તથા અહીંથી લેખિતમાં પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.

Related posts

ગાંધીનગર : 2જી એનર્જી ટ્રાન્ઝિશન વર્કિંગ ગ્રૂપ (ETWG) બેઠક ગાંધીનગર, ગુજરાતમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

cradmin

jamnagar: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી હોસ્પિટલ સુધી પહોંચાડનાર નાગરિકોને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરાશે

samaysandeshnews

નવી વાત: રક્ષાબંધન શા માટે મનાવવામાં આવે છે

cradmin

Leave a Comment

error: Content is protected !!