હળવદના ટીકરમા વિજવાયર તુટી પડતા પાંચ વીઘાનો પાક બળીને ખાખ
પીજીવીસીએલની બેદરકારીએ ખેડુતના મોંમાં આવેલો કોળીયો ઝુંટવાયો. હળવદમા ખેડુતોને લાલઆંખ કરીને વિજબિલના નાણાં ખંખેરતી પીજીવીસીએલની લાલાયાવાડીના કારણે છેવાડાના ગામ ટીકર ખાતે ખેડુતના તૈયાર થયેલા ઘઉના પાક પર વીજળીનો વાયર તુટી પડતા ઘઉના પાકમાં ભડભડ કરતી આગ લાગી ગઈ હતી હતી જેમાં અંદાજે પાંચ વીઘાથી વધારે પાક બળીને સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો હતો જોકે આગ લાગવાના બનાવના પગલે આજુબાજુના ખેડૂતો દોડી આવ્યા હતા આગને કાબુમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવતા મોટું નુકસાન થતાં અટકાવી દીધું હતું.
પ્રાપ્ત મુજબ હળવદના છેવાડાના ગામ એવાં ટીકર ગામમાં ખરા બપોરના સમયે અચાનક ખેડુત ખોડીદાસભાઈ પટેલની વાડીમાં વિજ વાયર તૂટ પડતા ત્રણ મહિના પરસેવો સિંચીને તૈયાર કરેલા પાકમાં આગ લાગી ગઈ હતી અને ઘઉ ભડભડ કરતાં સળગી ઉઠ્યાં હતાં જેમાં અંદાજે પાંચ વીઘાથી વધુ પાક બળીને ખાખ થઈ ગયો હતો જેમાં તાત્કાલિક ધોરણે ઘઉની કાપણી કરતાં મોટું નુકસાન થતાં બચ્યું હતું ત્યારે દર વર્ષે પંથકમાં ખેડુતોને આગ લાગવાથી પાકમાં નુકસાન થવાના બનાવો સામે આવે છે ત્યારે ખેડુતના વિજબિલના નાણાં માટે લાલઆંખ કરીને પીજીવીસીએલની બેદરકારી કહોકે લાલાયાવાડીના કારણે આજે ખેડુતના મોંમાં આવેલો કોળીયો છીનવાઈ ગયો હતો.