Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

અંતે આસ્થાની થઈ જીત જૂનાગઢમાં પરંપરાગત રીતે શિવરાત્રિનો મેળોને મળી મંજૂરી 25 તારીખે ધ્વજારોહણ કરવામાં આવશે કલેકટરે કરી સત્તાવાર જાહેરાત

સાધુ-સંતો સાથે કલેકટર ની અધ્યક્ષતા માં યોજાયેલી બેઠક માં મહા શિવરાત્રી મેળાને લઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો .છેલ્લા ઘણા સમય થી ચાલતી અનેક અટકળો નો અંત આવ્યો છે. સાધુ સંતો સહિત અનેક નાના મોટા રોજમદારો નો એક જ શુર હતો કે જો મેળો યોજાશે તો આર્થિક ફાયદો ઘણો થશે લોકો માટે નવી કમાવવાની તક ઊભી થશે. ઉલ્લેખનીય છે કે  છેલ્લા 2 વર્ષથી કોરોના ની પરિસ્થિતિ ને લીધે પ્રતીકાત્મક રીતે મેળો યોજવામાં આવી રહ્યો હતો જેને અનુસંધાને ઘણા બધા નાના વેપારીઓ ને આર્થિક ફટકો પડ્યો હતો. હવે જ્યારે આ મેળો યોજાશે તો બજાર માં કરોડો રૂપિયા ઠલવાશે જેને લઇને બજાર ને પણ આર્થિક વેગ મળશે તે સ્પષ્ટ છે. મેળાની પરંરાગત રીતે 25 તારીખે ધ્વજારોહણ સાથે શરૂઆત કરવામાં આવશે.

ઘણા સમયથી કોરોના ના કેસ ઘટયા હતા સાથે મોટા ભાગે વેક્સીનેશન થઈ ગયું હોવાથી સાધુ સંતો તથા ઉતારામંડળ દ્વારા મેળો યોજાય તે માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા જેને અનુસંધાને આજે કોરોના ગાઇડલાઈન સામે આસ્થા નો વિજય થયો હોય તેવી લાગણી દરેક લોકો માં વ્યક્ત થઈ હતી…

Related posts

જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ભારે વરસાદ…

samaysandeshnews

યુક્રેન માં ગુજરાતના અનેક વિદ્યાર્થી ઓ ફસાયા

samaysandeshnews

જામનગર : ગુજરાત સરકારનો અભિનવ અભિગમ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!