Samay Sandesh News
ગુજરાતધાર્મિક

અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદગી પૂર્વક કરાઈ ઉજવણી…..

  • કોરોના મહામારી નાં કારણે શોભાયાત્રા, ભજન સંધ્યા નાં કાર્યક્રમો રદ્દ કરાયા……
  • ખોડીયાર મિત્ર મંડળ દ્વારા માતાજી નો હવન કરી, સુખડી નો ભોગ ચઢાવવામાં આવ્યો …..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ખોડીયાર જયંતિ ની સાદાઈ થી ઉજવણી કરવામાં આવી. કોરોના મહામારી નાં કારણે છેલ્લા ૨ વર્ષ થી તમામ ધાર્મિક ઉત્સવો પર ગ્રહણ લાગવા થી મોટા ભાગ નાં તહેવારો , ધાર્મિક ઉત્સવો ની ઉજવણી સાદગી પૂર્વક કરવી પડી રહી છે ત્યારે ખોડીયાર માતાજી ની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ , ખોડીયાર મિત્ર મંડળ અને અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ નાં સહયોગ થી ઉજવવામાં આવે છે ,જેમાં ખોડીયાર ચોક વેપારીઓના ખોડીયાર મિત્ર મંડળ દ્વારા માતાજી નો હવન, શોભયાત્રા , ભજનસંધ્યા અને મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવે છે.

ત્યારે આ વખતે માતાજી ની શોભા યાત્રા , ભજન સંધ્યા નાં કાર્યક્રમો કોરોના મહામારી નાં કારણે રદ્દ કરવા પડ્યા છે, ખોડીયાર જયંતિ નિમિતે માતાજી નો હવન અને સુખડી નો મહાપ્રસાદ માતાજી ને અર્પણ કરી ને સાદાઈ પૂર્વક ઉજવવા માં આવી રહી છે .તેમ છતાં ભાવિક ભક્તો માં માતાજી પ્રત્યે ની અપાર શ્રધ્ધા અને ભક્તિ નાં કારણે માતાજી નાં મંદિરે ભક્તો ની અવર જવર જોવા મળી રહી છે .કોરોના નાં કારણે મોટા ભાગ ના અંબાજી નાં વેપારીઓના વેપાર ધંધા પડી ભાંગતા ,વેપારીઓ પણ મજબૂર બન્યા છે તેમાં છતાં શક્ય એટલું યોગદાન આપી માતાજી ની જયંતિ નિમિતે ફાળો આપી સહાય કરી રહ્યા છે. દર વર્ષ ની જેમ ભારે ઉત્સાહ સાથે ઉજવાતો ખોડીયાર જયંતિ નો ઉત્સવ બે વર્ષ થી કોરોના નાં કારણે આ વખતે કાર્યક્રમો રદ્દ કરાતા વેપારીઓ નિરાશ બન્યા હતા તેમાં છતાં સાદાઈ થી ઉજવણી અંગે પણ વેપારીઓ ઉત્સાહ દર્શાવ્યો હતો.

Related posts

જામનગર : નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ લાવવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન

cradmin

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં  102 તાલુકામાં નોંધાયો વરસાદ 

cradmin

જામનગર : 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!