શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ ગામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ગુજરાતના ધંધુકા ખાતે કિસન ભરવાડ નામના યુવકની વિધર્મી લોકો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગુજરાતના લોકપ્રિય ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ મૃતકના પરિવારને મળીને ઝડપી ન્યાય મળે અને આરોપી પકડાય તે માટે ઝડપી કામગીરી કરતા મૌલવી સહિત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય ગુજરાતના રાધનપુર વિસ્તારના શેરગઢ ગામની યુવતીની ઘરમાં પહોચીને વિધર્મી દ્વારા હુમલો કરવામાં આવતા ગુજરાત મા ભારે રોષ ફેલાયો હતો જેને પગલે ગુજરાતનાં વિવિધ વિસ્તારો બંધ રાખીને રોષ વ્યક્ત કર્યો હતો.
આજે અંબાજી ધામ વહેલી સવારથી બંધ રહ્યું હતું બપોર સુધી અંબાજીના બજારો બંધ રહ્યા હતા અને પરશુરામ મહાદેવ ખાતે અંબાજીના વેપારી ને આજુબાજુ ના ગામજનો ભેગા થઈને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવ્યું હતું અંબાજી માં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અંબાજી ના તિલક રેલી જેમાં વિધર્મી લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી