આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે. અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી.અક્ષયકુમારે જણાવ્યું હતું કે મારી માતા મારી મહત્વનો હિસ્સો હતી.આજે મને દુ:ખ અનુભવાય છે.મારી માતા શ્રીમતી અરૂણા ભાટિયાએ આજે સવારે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તે બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી મળી ગઈ છે.
અરુણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજે (8 સપ્ટેમ્બર)ના રોજ સવારે સાત વાગ્યા ની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા.અરુણા ભાટિયાને શુગરનો પ્રોબ્લેમ હતો.હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ‘ઓમ શાંતિ.’