Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા કાલાવડ તાલુકાના મોટી માટલી, બાંગા, કૃષ્ણપુર,ખાનકોટડા ગામોની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં સાંસદ શ્રી પૂનમબેન માડમ

  • સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરી શક્ય તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ – સાંસદશ્રી
  • સાંસદશ્રીની સાથે મુલાકાત દરમિયાન પદાધિકારીઓ-ઉચ્ચ અધિકારીશ્રીઓ જોડાયા

જામનગર તા.૧૭ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક ગામો અસરગ્રસ્ત થયા છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગામોમાં વરસાદે તારાજી સર્જી છે તે ગામોની સાંસદ શ્રી પૂનમબેન માડમે રૂબરૂ મુલાકાત લઇ લોક સંપર્કના માધ્યમથી ગ્રામીણ સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો તેમજ થયેલ નુકસાની તથા વળતર સહિતના પ્રશ્ને અધિકારીશ્રીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

સાંસદશ્રીએ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી માટલી, બાંગા, કૃષ્ણપુર અને ખાનકોટડા ગામોની મુલાકાત લઇ અહીં તાત્કાલિક ધોરણે પશુ, મકાન, ઘર વખરી, સંપતિ વગેરેની સર્વે અંગેની કામગીરી હાથ ધરવા, રોગચાળો ન ફેલાય તે માટે પશુઓના મૃતદેહો નિકાલ કરવા તેમજ દવાઓનો છંટકાવ કરવા, ગંદકી દૂર કરવા, ફૂડપેકેટ તથા પીવાના પાણીની વ્યવસ્થાઓ ઊભી કરવા સહિતના મુદ્દે ઉપસ્થિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી તાકીદે ઉપરોક્ત બાબતો અમલમાં લાવવા સૂચન કર્યું હતું.

સાંસદશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે સર્વે સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી સરકાર અસરગ્રસ્ત વિસ્તારોમાં શક્ય તમામ મદદ પુરી પાડવા કટિબદ્ધ છે. આ મુસીબતના સમયમાં એક પરિવાર બની આ મુશ્કેલીમાંથી બહાર નીકળશું. સરકાર હંમેશા લોકોની પડખે ઉભી છે તેમ જણાવી તમામ પ્રકારે મદદ રૂપ થવાની સાંસદશ્રીએ ગ્રામજનોને ખાતરી આપી હતી.

આ મુલાકાતમાં સાંસદશ્રીની સાથે સંગઠનના પ્રતિનિધિશ્રીઓ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જોડાયા હતા.

Related posts

જામનગર : લાલપુર પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુનામા નાસતા ફરતા આરોપીને ઉપલેટાના મોટી પાનેલી ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કોડ

cradmin

અક્ષય કુમાર ની માતાનું સવારે થયું નિધન :છેલ્લા ઘણા દિવસ થી હતા બીમાર અક્ષયકુમારે ટ્વિટ કરી આપી જાણકારી.

samaysandeshnews

જામનગર: શ્રાવણ માસ ના તહેવાર ને અનુલક્ષીને ને જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખા ની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સપેક્સન

cradmin

Leave a Comment

error: Content is protected !!