જુનાગઢ અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિવરાજસિંહ ઇલેવન , આર.કે ઇલેવન,મીરા ઇલેવન, ફ્રેન્ડ ઇલેવન,સરસ્વતી ઇલેવન,દિલીપ ઇલેવન, મંથન ઇલેવન, યસ ઇલેવને ભીમસેના કપ ટ્રુનામેન્ટ માં ભાગ લીધો હતો અને વિજેતા ટીમ શિવરાજસિંહ ઇલેવન ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ટુર્નામેન્ટ દરમિયાન અલગ અલગ ટીમો ના ખેલાડીઓ ને મેન ઓફ ધ મેચ. બોલર, વિવેટ કપર,બેસ્ટ બોલર,બેસ્ટ ફિલ્ડર, ને પ્રોત્સાહિત ઈનામ તેમજ ટ્રોફી આપી બિરદાવવામાં આવ્યા હતા.આ અનુ જાતિ આયોજિત ટુર્નામેન્ટ ભીમસેના કપનું , રાજુ સોલંકી,વિજય ચાવડા, કિરીટ પરમાર,વિકી સોલંકી,સાગર મકવાણા, ભરત મારવાડી,મેહુલ પરમાર,સંજય સોલંકી,તેમજ અનું સૂચિત સમાજ યુવાનો દ્વારા સર્વે જ્ઞાતિ સમાજ બંધુઓને સાથે રાખી ભીમસેન કપનું આયોજન કરી આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવા જહેમત ઊઠાવી હતી.અને સફળતા યુવક આયોજન કરવામાં આવ્યું હતું..
આ ટુર્નામેન્ટ માં રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે હાજરી આપી ક્રિકેટરો નો જુસ્સો વધાર્યો હતો.ફાઇનલ મેચ દરમિયાન જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડે મેયર ગિરીશ કોટેચા ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા, કિરીટ ભિંભા,અશોકભાઈ, કિશોરભાઈ અજવાની , સુરેશ ભાઈ સોલંકી ,કરુણા મહિલા મંડળ, હરેશ ભાઈ વાધવાની, જીતુભાઈ મણવર,રણજીત ભાઈ ગોહિલ, કારાભાઈ રાણવા,દ્વારા વિજેતા ટીમ અને ભાગ લીધેલ ટીમોના ખેલાડીઓને ઈનામ વિતરણ કરાયું હતું..અને વિજેતા ટીમ શિવરાજસિંહ ઇલેવન ના કેપ્ટન ભરત મારવાડીએ જણાવ્યું હતું કે બધા મિત્રો આગેવાનો ના સાથ સહકાર થી જ આ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.જે બદલ તેમની પૂરી ટીમ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.અને દર વર્ષે આવી જ રીતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તેવું જણાવ્યું હતું…