જામનગર તા.૨૬ ઓગસ્ટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગર ખાતે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે યોગ ટ્રેનર અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ તકે મંત્રીશ્રીએ યોગની મહત્તા વિષે અને વર્તમાન આહારવિહારની સ્થિતિ તથા યોગ ટ્રેનરો દ્વારા વધુને વધુ લોકોને યોગ શીખવાડી નીરોગી જીવન તરફ અગ્રેસર બનાવવા માટેની અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નવાનગર કો-ઓ બેંકના ચેરમેનશ્રી આર.કે.શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઇ હિંડોચા, પૂર્વ મેયરશ્રી હસમુખભાઇ જેઠવા, જામનગરના યોગ કોચ શ્રી પ્રિતિબેન શુક્લ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જામનગર શહેરના ૩૭૦ થી વધુ યોગ ટ્રેનરોને પ્રમાણપત્રો એનાયત તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા.