[ad_1]
પ્રાથમિક શાળાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સાણંદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિએ મંજુર કરેલા કામમાં રૂ. 1 કરોડનું કૌભાંડ થયાની વિગતો જાણવા મળી છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની 42 પ્રાથમિક શાળાઓમાં નેચરલ ગ્રેવીટી પ્યુરિફિકેશન પ્લાન્ટ અને પાણીની ટાંકી ઇન્સ્ટોલ કરવાના કામને સાણંદ તાલુકા પંચાયતની કારોબારી સમિતિએ મંજૂરી આપી હતી. આ કામ પૂર્ણ થયું અને તેના નાણાં રૂપિયા 1 કરોડ અને 25 હજાર ચૂકવાઈ પણ ગયા. પરંતુ હવે હકીકત એ સામે આવી છે કે નક્કી કરેલી દરેક શાળામાં નેચરલ ગ્રેવીટી પ્યુરિફિકેશન પ્લાન્ટ અને પાણીની ટાંકીના નામે એક પ્લાસ્ટિકનું બેરલ મૂકી દેવામાં આવ્યું છે જેને પુરી રીતે ઇન્સ્ટોલ પણ કરવામાં આવ્યું નથી અને નાણાંની ચુકવણી થઈ ગઈ છે.
[ad_2]
Source link