દલિત વિરોધી માનસિકતા ફલિત થઇ સામાજિક સમરસતા ની મોટી મોટી વાતો કરતા લોકોના મોઢા ઉપર જોરદાર તમાચો.દલિતોને મંદિર પ્રવેશ ના કરવા માટે ગામમાં પંચાયત બોલાવી દલિતોને જાહેરમાં હડધૂત કરી. મંદિરમાં ના પ્રવેશવા ફરમાન જાહેર કરવામાં આવ્યું.ફરીથી દલિત સમાજ ઉપર આભડછેટ ની ઘટના.
અમદાવાદ શહેરની નજીક આવેલું ગોબલેજ ગામ જિલ્લો ખેડા ખાતે ગામના સામૂહિક બળિયાદેવ ના મંદિરે ગોબલેજ ગામ ના દલિત પરિવાર દ્વારા બળિયાદેવ ના મંદિરે એક માન્યતા પ્રમાણે ટાઢુ ખાવાનો કાર્યક્રમ રાખેલ હોવાથી એ જ ગામના સવર્ણો દ્વારા તેમને હડધૂત કરવામાં આવ્યા હતા એ અનુસંધાને ગામ ના દ્વારા એક મિટિંગ બોલાવી અને તેમને જાહેરમાં મંદિરમાં નહીં પ્રવેશવા બાબતે ખુલ્લેઆમ ધમકી આપી હતી અહીં એનો વિડીયો મુકવામાં આવેલ છે આપની જાણકારી ખાતર ગામમાં વણકરવાસ,રોહિતવાસ, વાલ્મીકિવાસ અને સેનમાવાસ ના લોકોને જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે તમે લોકોએ મંદિરમાં પ્રવેશ કરવો નહીં તેવી ધાક-ધમકી આપેલ હતી
આ બાબતે દલિત સમાજના લોકોએ ચાર ઈસમો ઉપર એટ્રોસીટીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી પરંતુ એ જ ગામના દલિત સરપંચ દલિતોનો પક્ષ લેવાની જગ્યાએ અને ન્યાયમાં બોલવાની જગ્યાએ ગામના આરોપીઓ નો પક્ષ લીધો હતો જે ખરેખર ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે આ બાબતે અમોએ ગામના દલિત સમાજના લોકોની મુલાકાત લીધી હતી તેમજ તેમને વિશ્વાસ આપ્યો હતો કે અમે તેમની સાથે છીએ અને સમગ્ર ગુજરાતના રોહિત સમાજ,વણકર સમાજ સેનમાં સમાજ અને વાલ્મિકી સમાજના આગેવાનોને વિનંતી કરીએ છીએ કે આ બાબતમાં સમાજની પડખે ઉભા રહી અને તેમને ન્યાય આપવા માટે મદદરૂપ થઈએ