Latest News
મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની કનેક્ટિવિટીને પ્રાથમિકતા: મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોડમૅપ. મહારાષ્ટ્ર સરકારની મોટી જાહેરાત: ખેડૂતો માટે લોનમાફી અને ઇન્સેન્ટિવ યોજના. ભાણવડની દીકરી હરિતા ચાવડાનો ગૌરવ: રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ નિબંધ સ્પર્ધામાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાન. “લોન લઈને ફટાકડા ફોડવા જેવું બજેટ” : ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય સરકારના બજેટ પર કરી તીખી ટીકા. સ્મૃતિ માન્ધના બની બાર્બી ડૉલ અવતાર ધરાવતી પહેલી ક્રિકેટર : ભારતીય મહિલા ક્રિકેટ માટે ગૌરવની ક્ષણ. મહારાષ્ટ્રમાં ધર્માંતરણ સામે કડક કાયદો: ‘મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2026’ના ડ્રાફ્ટને કેબિનેટની મંજૂરી, દેશમાં ચર્ચાનો વિષય.

અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ.

અમદાવાદ,  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી થયા સહભાગી*

ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.

તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ સુધી પદયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો.

તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ/કર્મચારીઓ ૬૮૦ મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા. આ ઉપરાંત,
મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના પ્રજાજનો, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું.

 

તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રાજકીય અગ્રણી શૈલેષભાઈ દાવડા, હર્ષદગિરિ ગોસ્વામી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

https://www.instagram.com/samay__sandesh/

 

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?