Latest News
“ક્યાં જતો રહ્યો હિમેશ?” — મુલુંડનો ૧૯ વર્ષીય ગુજરાતી ટીનેજર પપ્પા સાથેના નાનકડા વિવાદ બાદ અચાનક ગુમ, ૭ દિવસથી લાપતા : પરિવારની આંખોમાં આશાની છેલ્લી ઝલક નાળામાં ફેંકાયેલી નવજાત જીવતી મળી — માનવતા શરમાઈ ગઈ, પરંતુ ચમત્કારિક રીતે જીવતર બચાવાયું : બોરીવલીની હદયદ્રાવક ઘટના બન્યો સમાજ માટે અરીસો “શ્વાસ રોકી દેતો પળો” : ચેમ્બુરના ગુજરાતી સિનિયર સિટિઝનની શ્વાસનળીમાં સરકેલી ડેન્ટલ કૅપ, ડૉક્ટરોની કુશળતાએ ફક્ત ૧૦ મિનિટમાં બચાવ્યો જીવ મોરવા રેણામાં માવઠાના મારથી ડાંગરના પાકને ભારે ફટકો : 625 હેક્ટર જમીનમાં ખેડૂતોએ જોયા સપના, વરસાદે બગાડ્યો મહેનતનો મેળો સહકારથી સમૃદ્ધ સમુદ્રયાત્રા : અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ઊંડા સમુદ્રમાં માછીમારી બોટ વિતરણથી ‘બ્લૂ ઇકોનોમી’ને નવી ગતિ વિચારધારાની ઈમારતનું શિલાન્યાસ : અમિત શાહે મુંબઈમાં ભાજપના નવા મહારાષ્ટ્ર મુખ્યાલયનું ભૂમિપૂજન કરી આપ્યો ‘નવો સંકલ્પ

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનજામનગરનો ભોઈસમાજ બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું

જામનગર ખાતે આવનાર તારીખ 13-3-2025 ને ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાશે વિશ્વનો સૌથી મોટો હોલિકા મહોત્સવ.

શ્રી ભોઈજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે,જેના કન્વિનર તરીકે ભાર્ગવ અરવિંદભાઈ મહેતા, તેમજ સહ કન્વિનર તેમના મોટા ભાઈ અક્ષય અરવિંદભાઈ મહેતા તેમજ માર્ગે દર્શક પ્રિતેશ પ્રભુલાલ મહેતા ના સમગ્ર ગ્રુપ ને જવાબદારી સોંપવામાં આવી છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલ વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 69 વર્ષે પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

એક તરફ ભગવન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદ જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદ ના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદ ને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો એક તર્ક એટલે કે હોલિકા ફઈબા નું દહન અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ.

ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવાવ એક મહિના પહેલા થી ત્યારીઓ માં લાગી જાય છે,અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ,લાકડું,કોથરા,કાગળ,કલર,આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડી થી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકો ને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે.
તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે.
સાંજના સમયે આમંત્રિત મહેમાનો ના વરદહસ્તે.હોલિકા નું દહન કરવામાં આવે છે.
તારીખ 13-3-2025 ને ગુરુવાર ના રોજ સાંજ ના સમયે હોલિકા નું દહન કરવાં માં આવનારા છે જેને હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતા દહન ને નિહાળવા પોહચે છે.અને અસત્ય ઉપર સત્યની જીત ના લોકો સાક્ષી બને છે.
આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?