જામનગર જિલ્લા ના જોડીયા તાલુકાના જશાપર ગામે તા.૧૬/૧૧/૨૦૨૧ ને મંગળવારે. આંતર રાષ્ટ્રીય હિન્દુ પરીષદ અને રાષ્ટ્રીય બજરંગદળ ખેડબ્રહ્મા જીલ્લા ના વિજય નગર પોશીના થી શ્રી બાબુભાઈ હરીભાઇ પરમાર તરફથી મંજુરી કામ કરતા મજૂરો ને શિયાળામાં ધાબળા (બ્લેનકેટ) વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યા છે..
જોડીયા તાલુકાના જશાપર ગામ ના રહેવાસી શ્રી બાબુભાઈ હરીભાઇ પરમાર (હાલ ખેડબ્રહ્મા) તરફથી મંજુરી કામ કરતા મજૂરો ને સરપંચ શ્રી હેમરાજભાઈ પી. પનારા તલાટી કમ મંત્રી શ્રી કે.બી.કાનાણીસાહેબ જશાપર ગ્રામ પંચાયત ના સદસ્ય શ્રી નાગજીભાઈ પનારા જશાપર ગામ માં પાણી પુરવઠો સંભાળતા હેમરાજ કાકા જશાપર ગામ ના આગેવાનો દ્વારા ગરીબ મજુરો ને ૧૩૫ નંગ બ્લેનકેટ નું વિતરણ કરવામા મદદ કરેલ છે…
મુળ વતન જશાપર ગામ ના શ્રી બાબુભાઈ હરીભાઇ પરમાર હાલમાં ખેડબ્રહ્મા રહે છે. જશાપર ગામ માં પોતાના વતન માં મંજુરી કામ કરતા મજૂર ભાઈઓ- બહેનો અને બાળકો ને બ્લેનકેટ (ધાબળા) આપી ને ગરીબ મજુરો ને જે મદદ કરી છે .. તો જશાપર ગ્રામ પંચાયત અને જશાપર ગામ ના આગેવાનો દ્વારા બાબુભાઈ પરમાર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે..
હાલમાં શિયાળા ના સમય દરમિયાન જે ગરીબોને ઠંડી થી બચવા માટે જે બાબુભાઈ પરમારે ગરીબ ખેતીકામ કરતા મજૂરો ને મદદ કરેલ છે . તેવી રીતે દરેક ગામ કે શહેર માં રહેતા ગરીબ મંજુર ભાઈ ઓ ને મદદ-રૂપ થાય તેવી જશાપર ગ્રામ પંચાયત તરફથી સૌ ઉધોગપતી શ્રી ઓ ને નમ્ર વિનંતી..
આ સમગ્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ ના સાનિધ્ય માં અને તેમના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે….