આજરોજ જામનગર મહાનગરપાલિકાના બજેટ ની ચર્ચા માટેના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 12 ના કોર્પોરેટર જેનબ બેન ખફી દ્વારા વોર્ડ નંબર 12 માં આવેલ રંગમતી નદી પરના કાલાવડ નાકા પુલ તરીકે ઓળખાતા પુલને નવો બનાવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરેલ અને આ પુલ પરથી નુરી ચોકડી સુધી લાઈટો ના મોટા પોલ ઉભા કરી લાઇટો ફિટ કરવામાં આવે તેમજ મોર્કંડા રોડ ઉપર લાઇટો ફિટ કરવામાં આવે અને મોર્કંડા ગામથી લઈ બાલનાથ રોડ સુધી નવો પહોળો રોડ બનાવવામાં આવે અને આ બધી જ જોગવાઈ બજેટમાં કરવામાં આવે તેવી રજૂઆત કરેલી તેમજ જે રીતે ટ્રાફિકને અડચણ ના બહાને ગરીબ ધંધાર્થીઓની રેકડીઓ ના દંડ વસૂલવામાં આવે છે
તેમ આડેધડ નો હોકિંગ ઝોનમાં પાર્ક કરેલ રૂપિયા દારો ની ફોરવીલ અને કંપનીઓની બસો પાસેથી પણ દંડ વસૂલવામાં આવે તેવી રજૂઆત કરેલ તેમજ જામનગર શહેરના કેટલાક મુખ્ય માર્ગો જે લાખોના ખર્ચે પબ્લિકના પૈસે બનાવેલ હતા તે કોઈને કોઈ બહાને તોડવામાં આવેલ છે તે દરેક રોડ માત્ર ચરેડા નહીં પરંતુ નવા બનાવવામાં આવે એવી વાત કરેલી અને વોર્ડ નંબર 12 માં સરકારી શાળા ની સ્થાપના કરવામાં આવે તેમજ 200 બેડની મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવે તેવું સૂચન આપેલ