કોયબા ખાતે યુવા ભાજપ દ્વારા ભારતીય સેનાના બલિદાની સ્વ.વનરાજસિહ ઝાલાના ફળીયાની માટી એકત્ર
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ભારતીય સેનાના વીર બલિદાનીઓના ફળિયાની માટી એકત્રિત કરી કળશનુ સમુહ પુજન કરાશે
હળવદ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ બાઈક સાથે બાઈક રેલી ગુજરાતભરમાં પરિભ્રમણ કરશે અને દરેક જિલ્લા અને તાલુકા મથકેથી માં ભારતી ની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનાર વીર જવાનોના ઘરના ફળિયાની પવિત્ર માટી કળશમાં એકત્ર કરવામાં આવશે અને ગુજરાતના વિવિધ સ્થળોથી એકત્ર કરેલી વીર બલિદાનીના ફળિયાની માટીના કળશનું સમૂહમાં પૂજન કરવામાં આવશે ત્યારે હળવદ તાલુકાના કોયબા ગામના સ્વ.વનરાજસિંહ ઝાલા જેઓ ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા અને ૧૯૭૧માં થયેલ કારગીલ યુદ્ધમાં દુશ્મનો સાથેની લડાઈમાં માં ભારતીની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપી હતી ત્યારે આજે હળવદ યુવા ભાજપ દ્વારા વીર બલિદાની સ્વ.વનરાજસિંહ ઝાલાના કોયબા ખાતેના ઘરના ફળિયાની પવિત્ર માટે કળશમાં એકત્ર કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
આ કાર્યકમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા ,મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,વાસુદેવભાઇ સિનોજીયા રજનીભાઇ સંઘાણી , તપનભાઇ દવે,નયનભાઈ દેત્રોજા , રવિ પટેલ અને કોયાબા ગામના સરપંચ દેવેન્દ્રસિંહ ઝાલા ,વીર બલિદાની સ્વ. વનરાજસિંહ પરિવારના સુખદેવસિંહ , કિશોરસિંહ બન્નાભાઈ તથા ભારતીય સેનાના નિવૃત્ત જવાન માનસંગભાઈ ચૌહાણ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે જઈને વીર બલિદાનીના ઘરના ફળિયાની પવિત્ર માટી કળશમાં એકત્ર કરવામાં આવી હતી અને ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નાદથી કૉયબા ગામની શેરીઓ ગુંજી ઉઠી હતી અને ગામમાં દેશભક્તિ મય વાતાવરણ બન્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ લોરિયા ,અજયસિંહ ઝાલા ,રમેશ હડિયલ, વિકાસ કુરિયા , કુલદીપસિંહ રાઠોડ ,મનોજ રબારી , શૈલેષ પરમાર , રામજી સોનાગ્રા , જીલાભાઈ ભરવાડ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.