નાગેશ્વરનો મતલબ નાગોના ઈશ્વર , શ્રી ક્રિષ્નાની દ્વારિકા નગરી થી માત્ર 16 કીમી દુર નાગેશ્વર જ્યોતિર્લિંગ છે કહેવત મુજબ જે શ્રદ્ધાપૂર્વક આ જ્યોતિર્લિંગની ઉત્પતિની કથા સાંભળી અને પૂજા કરે એમના બધા પાપો નષ્ટ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે અને શીવજીના પવિત્ર સ્થાનમાં સ્થાન મળે છે.
એક સુપ્રિય નામના ખૂબ જ પુણ્યાત્મા હતા જેઓ દિવસ રાત શીવજી ની પૂજમાં વ્યસ્ત રહેતા અને એમની આ ભક્તિને કારણે દારુક નામનો રાક્ષસ ખુબ ક્રોધિત રહેતો એકવાર સુપ્રિયજી ની અને તેમના સાથીઓ ને આ દારૂક રાક્ષસે કેદ કરી લીધા પરંતુ સપ્રિયજી કેદખાનામાં પણ શીવજી ની ભક્તિમાં જ ધ્યાન દેતા અને તેમના સાથીઓને પણ ભક્તિ માર્ગે પ્રેરણા આપતા દારુક રાક્ષસ ને આ ઘટનાથી ખુબજ દુઃખ થયું અને તેમને સુપ્રિયજી અને તેના સાથીઓને મૃત્યુદંડની સજા સંભળાવી , ત્યારે સુપ્રિયજી ની ભક્તિથી મહાદેવ સ્વયમ જ્યોતિર્લીગ ના રૂપમાં પ્રગટ થયા અને સપ્રિયજીને પોતાનું પશુપતિ અસ્ત્ર આપ્યું જેનાથી તેઓએ દારુક રાક્ષસનો અંત કર્યો .
આ રીતે નાગો ની ભુમી મા ભગવાન શીવજી સ્વયમ પ્રગટ થયા હોવાથી આ જ્યોતિલીંગ ને નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ઓળખવા મા આવ્યું રૂદ્ર સંહિતામાં આ ભગવાનને દારૂકાવને નાગેશ કહેવામાં આવ્યા છે
આ મંદિરનો પુનરોદ્ધાર ગુલશન કુમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1.25 કરોડના ખર્ચે કરવામાં આવ્યો . મંદિરની બાજુમાં ભગવાનની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઉંચી અને 25 ફૂટ પહોળી મૂર્તિ પણ છે