આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા શિક્ષણ પરિષદ
આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત શિક્ષણ પરિષદ ટીમ દ્વારા પાટણ જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત કરવામા આવી..
શિક્ષણ પરિષદ સંગઠન ને મજબૂત બનાવવા મુદ્દે આમ આદમી પાર્ટી ના સ્થાનિક આગેવાનો સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી, આ અંતર્ગત આમ આદમી પાર્ટી શિક્ષણ પરિષદ જિલ્લા પ્રમુખ તરીકે શ્રી અલ્પેશભાઈ પટેલ ની નિમણુક કરવામાં આવી..
આ તકે શિક્ષણ પરિષદ સંગઠન માંથી પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. શકીલ, પ્રદેશ ઉપપ્રમુખ ભાવેશભાઈ શુકલ, પ્રદેશ ઉપપ્રમુખ વિજયકુમાર મારુ અને પંકજભાઈ ગઢવી હાજર રહ્યા હતા.
આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા માંથી પ્રદેશ સંગઠન મંત્રી (SC cell) રાહુલભાઈ પરમાર, નોર્થ ઝોન સોશિયલ મીડિયા કો ઇન્ચાર્જ સ્વયં સાલવી, શિક્ષણ પરિષદ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ પટેલ, જિલ્લા SC cell પ્રમુખ જે. ડી પરમાર, જિલ્લા મહામંત્રી SC cell અશોકભાઈ પરમાર, જિલ્લા સંગઠન મંત્રી SC cell સુરેશભાઈ પરમાર, પાટણ તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, તાલુકા સંગઠન મંત્રી દીપકભાઈ દરજી, તાલુકા સક્રિય કાર્યકર કિરણસિંહ ઝાલા અને સુરેશસિંહ ઝાલા, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ હાજર રહ્યા હતા..