જામનગર તા.૧૧ ઓક્ટોબર, જામનગર સ્થિત દેશની સૌ પ્રથમ રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આયુર્વેદ સંસ્થા આઇ.એટી.આર. હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ માટે શરીરમાં લોહીની ટકાવારી વધારવા વિશેષ સારવાર અને દવા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. લાંબા સમયના ગહન અભ્યાસ બાદ જાણવા મળ્યું છે કે, કેન્સરગ્રસ્ત દર્દીઓ જ્યારે કીમો અને રેડિયોથેરાપીથી ચિકિત્સા લઈ રહ્યા હોય ત્યારે તેઓને શરીરમાં લોહીની ઉણપ સર્જાય છે.
આમ તેઓને આયુર્વેદ પદ્ધતિથી લોહી વધારવા માટે ખાસ નિદાન સારવાર અને દવા આપવાનું આયોજન આઇ.ટી.આર.એ. હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. આ માટે દર્દીઓ ઓપીડી રૂમ નં.૧૦, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રિલાયન્સ સુપર માર્ટ સામે જામનગર ખાતે તા. ૨૦ અને ૨૧ ઓક્ટોબરના રોજ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને બપોરે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન સંપર્ક કરી સારવાર લઇ શકશે. કેન્સરગ્રસ્ત દર્દીઓને આ સુવિધાનો વિનામૂલ્યે લાભ લેવા આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર વૈદ્ય શ્રી અનુપ ઠાકરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.