ઉત્તરાયણમાં વાહનચાલકોને પતંગના ઘાતક દોરાથી રક્ષણ થાય એ માટે ડિસ્ટ્રીકટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા તા.૧૨ થી ૧૫ જાન્યુ.દરમિયાન શહેરમાં વિવિધ સ્થળે વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જેના ભાગરૂપે પ્રથમ દિવસે સવારે અઠવાલાઈન્સ ચોપાટી ટ્રાફિક પોઈન્ટથી અને સાંજે મજૂરાગેટ ચાર રસ્તા., ઉધના વિસ્તારના રોકડીયા હનુમાન ચાર રસ્તા ખાતેથી વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ અને ટ્રાફિક જનજાગૃત્તિ ઝુંબેશનો પ્રારંભ કરી વાહનચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતાં.