Samay Sandesh News
ગુજરાતજામનગર

એસીબી સફળ ડીકોય કેસ

સહકાર આપનાર ડિકોયર : એક જાગૃત નાગરિક

આરોપી :ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય સિનિયર નાયબ મામલતદાર, જામનગર શહેર મામલતદારની કચેરી, વર્ગ-૩

લાંચની માંગણીની રકમ : રૂ.૧૦૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂ.૧૦૦૦૦/-

લાંચની રિકવર કરેલ રકમ : રૂ.૧૦૦૦૦/-

ટ્રેપની તારીખ – ૨૩.૧૦.૨૦૨૧

ટ્રેપનું સ્થળ – “ગોકુલ ટ્રેડર્સ” કરિયાણાની દુકાન પાસે, ખુલ્લા પ્લોટમાં, રડાર રોડ, ગોકુલનગર, જામનગર

ટૂંક વિગત – એસીબી ટીમ જામનગરને ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે જામનગર શહેર મામલતદારની કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.૫૦૦૦/- થી રૂ.૧૦૦૦૦/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ મેળવવા અભિપ્રાય મળતો ના હોય,જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, આ કામના આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી ડિકોયર પાસે લાઇસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.૧૦૦૦૦/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત

ડિકોય કરનાર અધિકારી :
શ્રી એ. ડી. પરમાર,
પોલીસ ઇન્સ્પેક્ટર,
જામનગર એસીબી પોલીસ સ્ટેશન

સુપરવિઝન અધિકારી –
શ્રી એ.પી.જાડેજા
મદદનીશ નિયામક
રાજકોટ એકમ રાજકોટ

Related posts

જામનગર: જામનગર મહાનગર પાલિકાની કચેરીના 100 મીટરના વિસ્તારમાં આંદોલન/ઉપવાસ/ધરણાં પર બેસવા માટે પ્રતિબંધ જાહેર કરાયો

cradmin

રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફકરી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવામાં આવ્યો

samaysandeshnews

ફોર-વ્હીલર (LMV) માટેની સીરીઝ જીજે-૧૦-ડીજેના ગોલ્ડન સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા અંગે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!