ઓમિક્રોન વેરિઅન્ટને લઈને લોકોમાં જાગૃતતા લાવવા અને જાહેર જનતા ફરજીયાત પણે માસ્કનો ઉપયોગ કરી માસ્ક પહેરે તેવા સંદર્ભે પાટણ જીલ્લા પ્રસાશન દ્ધારા લોક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ લોક જાગૃતિ અભિયાન અંતગર્ત પાટણ જીલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેરમાં મામલતદાર અને પી.આઈ. દ્વારા ચાણસ્મા ના જાહેર સ્થળોને આવરી લઈ મુખ્ય બજારોમાં જન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ લોક જાગૃતિ અભિયાન દરમ્યાન ચાણસ્મા મામલતદાર અને ચાણસ્મા પી.આઈ. દ્વારા રાહદારીઓ, વાહનચાલકો, અને વેપારીઓને ઓમિક્રોન વેરિઅન્ટ વાયરસ બાબતે માર્ગ દર્શન પુરૂ પાડી મોઢા પર ફરજીયાત માસ્ક બાંધવા અપીલ કરી હતી આ ઉપરાંત તંત્રની અપીલનો અનાદર કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવુ ચાણસ્મા વહિવટી તંત્રએ વધુમાં જણાવ્યું હતું……!