જામનગર તા.૧૯ મે, જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. લોકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને તે અનુસંધાને જરૂરી પગલા લેવા કલેકટરશ્રીએ સબંધિત અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. બેઠકમાં અગાઉની બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયો મુજબ થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કરવામાં આવેલી કામગીરી જેમાં સાત રસ્તા સર્કલથી નાગનાથ જંકશન સુધીના રસ્તા પર સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. ધુંવાવ પાસે તથા સમર્પણ સર્કલથી નાઘેડી જંક્શન સુધી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું હોય ભૂગર્ભ ગટર યોજના શાખા દ્વારા જરૂરી સાઈનેજીસ તથા ડાયવર્ઝનના બોર્ડ લગાવવામાં આવેલ છે.જામનગર જીલ્લામાં એપીએમસી ખાતે આવતા માલવાહક વાહનોમાં રેડીયમ અને રીફ્લેક્ટર લગાવવા માટેની તથા માર્કેટિંગ યાર્ડ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.
બેઠકમાં કલેકટરશ્રી કેતન ઠક્કરે માર્ગ અકસ્માતોના સ્થળોની તપાસ, બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો ઘટાડવા માટેના ઉપાયો, ઓવર સ્પીડિંગના વાહનોને લઈને તાત્કાલિક કાર્યવાહી કરવા તથા લોકોની સુરક્ષા અને સલામતીને પ્રાધાન્ય આપીને અકસ્માત થવાનો ભય હોય તેવા સ્થળોએ અકસ્માત ટાળવા અંગે જરૂરી પગલાઓ લેવા જણાવ્યું હતું.
https://www.instagram.com/samay__sandesh/
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી.એન.ખેર સહિત વિવિધ વિભાગોના વડા હાજર રહ્યા હતા.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
