Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે કૃષિ ઇનપુટ વેપારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

તાલીમ પ્રાપ્ત કરેલ ૩૩ એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરાયા.

જામનગર તા. ૨૨ સપ્ટેમ્બર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર ખાતે કૃષિ ઈનપુટ વેચાણ કરનાર
વેપારીઓનો ૧૨ અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એગ્રો ઈનપુટ ડીલરોને તેમને ઉપયોગી રસાયણિક
ખાતર, જંતુનાશક દવાના કાર્યક્ષમ ઉપયોગ તથા પાકમાં આવતા રોગ-જીવાત તથા અન્ય ખામીઓના કારણો તેમજ નિવારણ વિષેઊંડાણપૂર્વક સમજ આપતો “ઈનપુટ ડીલર ટ્રેઈનીંગ” કોર્ષ ગુજરાતમાં પ્રથમ વખત જુનાગઢ કૃષિ યુનિવર્સીટીએ શરૂઆત કરવાની પહેલ કરીને પ્રથમ બેચનો આ કોર્ષ પૂર્ણ કરવામાં આવેલ છે.

આ તાલીમ કાર્યક્રમના અંતે ઉતીર્ણ થયેલ ડીલરોને પ્રમાણપત્ર આપવા અંગેનો કાર્યક્રમ તા. ૨૧.૦૯.૨૦૨૧ના કે.વી.કે., જામનગર ખાતે જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો. એચ. એમ. ગાજીપરાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં રજવાડી એગ્રી સાયન્સ, અમદાવાદ તરફથી ડીલરોને ઓછા કેમિકલ ઉપયોગ સામે બાયો પ્રોડક્ટ ઉપયોગ કરવા અનુરોધ કરીને ડીલરોને મોમેન્ટો ભેટ આપીને આ કાર્યક્રમને યાદગાર બનાવવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં ૩૩ જેટલા એગ્રો ઈનપુટ ડીલરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

આ કાર્યક્રમમાં કેવીકે, જામનગરના વડા ડો. કે. પી. બારૈયા, સિનિયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ, કેવીકે, જામનગર ડો.જી.આર.ગોહિલ, ડો. એચ. સી. છોડવડીયા, જુનાગઢ તેમજ જામનગર પેસ્ટીસાઇડ ડીલર એસોસિએશનના પ્રમુખ શ્રી ભરતભાઈ સંઘાણી, અતુલભાઈ રાણીપા, સુધીરભાઈ ઢોલરીયા, અરવિંદભાઈ કાનાણી, કોર્ષ સંચાલક શ્રીમતિ એ. કે. બારૈયા, ઉપસ્થિત રહેલ હતા.

Related posts

ગુજરાત ATSની સૌથી મોટી સફળતા, 175 કરોડના ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ

cradmin

ગીર સોમનાથ- ભાવનગર હાઈવે પર ચક્કાજામ, રોડની કામગીરી અંગે થયો વિરોધ

cradmin

ખંભાળિયા ના ગ્રામ્ય વિસ્તારમાં એક યુવાને લગ્ન પ્રસંગમાં માભો પાડવાનું અઘરું પડ્યું…

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!