Samay Sandesh News
ગુજરાતજામનગર

કેમિકલ ડિઝાસ્ટર અંગેની ટેબલ ટોપ એક્સરસાઇઝ તથા I.R.S. તાલીમ યોજાઈ

જામનગર તા.૩૦ સપ્ટેમ્બર, કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં ટેબલ ટોપ એક્સરસાઈઝ તથા I.R.S. તાલીમનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નિવૃત લેફ.જનરલ તથા NDMAના સભ્ય શ્રી સૈયદ અતા હસનૈન, અધિક મુખ્ય સચિવ તથા GSDMA ના C.E.O. શ્રી અગ્રવાલ, નિવૃત મેજર જનરલ શ્રી સુધીર બહલ સહિતના અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ બેઠકમાં ઉદ્યોગ ક્ષેત્રે કેમીકલથી થતા નુકશાન તેમજ આપાતકાલીન સંજોગોમાં હાથ ધરવાના પગલાંઓ, એકમો દ્વારા અમલી પોલીસી, અકસ્માત દરમિયાન લેવાની થતી તકેદારી તથા પગલાંઓ વગેરે બાબતે વિગતવાર માહિતી પ્રેઝન્ટેશન દ્વારા પુરી પડાઈ હતી. જેમાં GSDMA, GPCB, SDRF, NDRF, રીલાયન્સ, શ્રમ અને રોજગાર વિભાગ, એલેમ્બીક, NDMA સહિતના વિભાગો તથા ઔદ્યોગીક એકમો જોડાયા હતા. વિવિધ વિભાગો તેમજ ખાનગી ઔદ્યોગિક એકમો દ્વારા આગ, વિસ્ફોટ, કેમીકલની ઝેરી અસર, હવા તેમજ પાણીના પ્રદુષણ પર નિયંત્રણ અંગેના પગલાંઓ વગેરે બાબતો પર વિસ્તૃત ચર્ચા કરી વિગતવાર માહિતી પુરી પડાઈ હતી.

આ બેઠકમાં જામનગર ખાતેથી અધિક નિવાસી કલેકટરશ્રી પંડયા, નાયબ પોલીસ અધિકક્ષક શ્રી ચાવડા,જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બથવાર, કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન, કાર્યપાલક ઈજનેરશ્રી
જેટકો, ફાયર સ્ટેશન ઓફીસરશ્રી, નાયબ નિયામક DISH તથા મામલતદારશ્રી ડીઝાસ્ટર સહિતના અધિકારીઓ જોડાયા હતા.

Related posts

તાળાબંધીની ચિમકી આપતાં શિક્ષણ વિભાગને આવ્યો રેલો

samaysandeshnews

હારીજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હાના ગુનામા છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડી પાડતી

cradmin

જિલ્લા કલેકટરશ્રી પાલનપુર તેમજ અન્ન અને પુરવઠા મંત્રીશ્રી તપાસ કરાવે તેવી લોકમાંગ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!