મારું સપનું સાકાર કરવામાં માતાનો સિંહ ફાળો છે: નિકુંજ ધૂળા
કેશોદના યુવાને રાજ્યમાં 16માં રેન્ક સાથે GPSCની પરીક્ષા પાસ કરી
જુલાઇ-2019માં યોજાયેલી જી.પી.એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતમાં 16માં રેન્ક સાથે કેશોદ તાલુકાના દેરવાણ ગામનો યુવાન નિકુંજ કુમાર ધુડા ઉત્તીર્ણ થયો છે. આ સાથે ડેપ્યુટી કલેક્ટર તરીકે તેની પસંદગી થઇ છે. બીજા પ્રયત્નમાં જ જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર નિકુંજ કુમાર ધુડાની ઇચ્છા છે કે, જે તક મને મળી છે, તે તકનો ઉપયોગ કરીને હું લોકોની પ્રાથમિક જરૂરીયાતોને પ્રાધાન્ય આપીશ. જેમાં ખાસ પાણીની વિકટ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે મારી પ્રાથમિકતા અને મહત્વનું કાર્ય રહેશે.
કેશોદ તાલુકાના દેરવાણ ગામના યુવાને રાજ્યમાં 16માં રેન્ક સાથે GPSCની પરીક્ષા પાસ કરી, ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી 2 વર્ષ પહેલા GPSCની પરીક્ષા પાસ કરનાર નિકુંજ કુમાર ડાયાભાઈ ધુડા એ જણાવ્યું હતું કે પિતાની છત્ર છાયા ગુમાવનાર નિકુંજ કુમારે પિતાનું અધૂરું સપનું પૂરું કર્યું છે.નિકુંજ કુમાર ધુડાએ વધુમાં જણાવ્યું હતું કે, જી.પી.એસ.સી.ની પરીક્ષા દરમિયાન હું સતત કલાકો સુધી વાંચન કરતો હતો અને આખરે મને જી.પી.એસ.સી.માં સફળતા મળી છે. હું ખુબ જ ખુશ છું. પરંતુ, વધુ ખુશી ત્યારે જ મળશે. જ્યારે હું ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટીંગ મળ્યા બાદ સમાજ માટે કંઇક કરીશ. યુવાનોને સંદેશો આપતા કહ્યું કે યુવાનોએ નાસીપાસ થવાની જરૂર નથી આજના યુવાનો પોતાના લક્ષ્યમાં હારનો સામનો કરે છે, ત્યારે ડિપ્રેશનમાં આવીને આપઘાત સુધીનું પગલું ભરે છે. તો આવા નાસીપાસ થઇ જતાં યુવાનો માટે નિકુજે જણાવ્યું કે, નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. ડિપ્રેશનને સામાન્ય વસ્તુ છે. જો તમે ડિપ્રેશનમાં આવી જાવ તો વ્યસ્ત થઇ સાથે સારા પુસ્તકો વાંચવાનું શરૂ કરી દેવું જોઇએ. ડિપ્રેશનને આપણા ઉપર હાવી થવા દેશો નહીં. જીવનમાં તમારા ધારેલા લક્ષ્યને ચોક્કસ સફળતા મળશે.ત્યારે નિકુંજ કુમાર ધુડાએ પરીક્ષા પાસ કરતા કેશોદ તાલુકાના ડેરવાણ ગામના લોકો તેમજ પરિવાર દ્વારા તેમનું ઉત્સાહભેર રેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું…..