Samay Sandesh News
ગુજરાતદેવભૂમિ દ્વારકા

કોડીનાર અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા સફળ ઓપરેશન બેટ દ્વારકાના સુગરાબેન પટેલિયા ના બંને થાપા સાંધાનું સફળ ઓપરેશન કરાયું…

બેટ દ્વારકાના સુગરાબેન પટેલિયા ના બંને થાપા સાંધાનું અંબુજા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કોડીનાર દ્વારા સફળ ઓપરેશન કરાયું હતું બેટ દ્વારકાના દર્દી સુગરાબેન પટેલિયા ઉંમર વર્ષ ૨૪ ના બંને થાપાના સાંધા ખરાબ થઈ અને સુકાઈ ગયા હતા ઘણા વખતે તેઓ ઉભા રહી શકતા નહોતા અને અંબુજા નગર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કોડીનાર ખાતે ડોક્ટર મયુર પ્રવીણ વૈશ્ય હાડકા તેમજ સાંધા બદલાવાના નિષ્ણાંત ને બતાવવા માટે આવેલા ઘણી જગ્યાએ બતાવ્યું છતાં કોઈ પરિણામ ન મળ્યું છેવટે ડોક્ટર મયુરભાઈ દ્વારા તેમના સંબંધીને સાંધા બદલાવવાનું ઓપરેશન કરવું પડશે એવું સમજાવ્યું બંને સાંધા ખરાબ હોય તે માટે એક મિટિંગમાં બંને પગ ના થાપા નું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું દર્દી તેમજ સગા સંબંધી ઓ મંજુરી લીધા પછી ઈમ્પોર્ટેડ સાંધા નાખી અને ડોક્ટર મયુરભાઈ વૈશ્ય દ્વારા બંને પગ નું સફળ ઓપરેશન થયું અને જે સુગરા બેન વર્ષોથી પથારીમાં હતા તેઓ ઊભા થયા અને ચાલવા લાગ્યા 6 દિવસના રોકાણ અને નિયમિત ફિઝિઓ થી કસરત કરાવી અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અંબુજાનગરમલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ ખાતે ઘણા લોકો ના ફોટો અને થાપાના સાંધામાં સફળ ઓપરેશન કરવામાં પણ આવ્યા છે આ તકે ઉપસ્થિત સગા સંબંધી ઓએ ડોક્ટર મયુરભાઈ વૈશ્ય ઔથૌ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડોક્ટર સુરજનાથ જુબેર શેખ, નર્સિંગ સ્ટાફ સહિત બધા નો આભાર માન્યો હતો.

Related posts

Botad: વિહળ ધામ પાળીયાદ ખાતે પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા 255 મા પ્રાગટ્ય દિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

samaysandeshnews

જામનગર : 8 માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ

samaysandeshnews

Rakshabandhan 2021: Know The Mantra Along With Muhurata On Rakshabandhan

cradmin

Leave a Comment

error: Content is protected !!