જામનગરના જોલીબંગલા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક ઘટનાએ સ્થાનિકોને ભારે ભયભીત કરી દીધા હતા. વિસ્તારની એક કોન્ટ્રક્શન સાઇટ પર ચાલતા ખોદકામને કારણે મનપાના જાહેર માર્ગની જમીન ખાલી થવાથી વરસાદી પાણીમાં વીજપોલ અચાનક ધરાશાયી થઈ ગયો હતો.
આ વિજપોલ ધરાશાયી થવાની ઘટનામાં ધડાકાભેર પડતા જીવંત વીજલાઇનના વાયર સીધા જ સુમેર ક્લબ રોડ પર ઢળી પડ્યા હતા. વરસાદી વાતાવરણમાં રસ્તા પર જીવંત વાયરો રઝળતા રહ્યા હતા. રસ્તો પરિસ્થિતિ એટલી જોખમી બની ગઈ કે જો કોઈ વાહન કે વ્યક્તિ ત્યાંથી પસાર થઈ હોત તો નિશ્ચિતપણે મોટી જાનહાનિ સર્જાઈ હોત. પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિક યુવાનની જાગૃતતાથી મોટી દુર્ઘટના ટળી
વિજપોલ ધરાશાયી થયા બાદ કલાકો સુધી રસ્તા પર વીજપ્રવાહ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન સ્થાનિક યુવાન કપિલ મેઠવાણી ત્યાંથી પસાર થતા ઘટના ધ્યાનમાં આવતા તરત જ વીજતંત્રને જાણ કરી. તેમની જાગૃતતાને કારણે તંત્રે તરત જ વીજપ્રવાહ બંધ કર્યો અને રસ્તા પર લટકતા જીવંત વાયર દૂર કરાયા. આ પગલાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.
કોન્ટ્રક્શન સાઇટના આસામીનો બેદરકાર વલણ
સ્થાનિક રહીશોએ બનાવ અંગે કોન્ટ્રક્શન સાઇટના આસામીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે ગંભીરતાને સમજવાને બદલે ઉડાવ જવાબ આપીને ફોન મૂકી દીધો હતો. આ બેદરકારીભર્યું વર્તન જોઈને રહીશો વધુ ક્રોધિત થઈ ગયા હતા.
વિસ્તાર અંધારામાં ગરકાવ : રહેવાસીઓ મુશ્કેલીમાં
વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આસપાસના વિસ્તારો કલાકો સુધી અંધારામાં ગરકાવ થઈ ગયા હતા. રહીશોને રોજિંદા કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી મોસમમાં વીજળી વિના રહીવું, ઘરોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિમાં વધુ પડકારરૂપ બની ગયું હતું.
જવાબદારીનો પ્રશ્ન : જો જાનહાનિ થાત, તો જવાબદાર કોણ?
રહેવાસીઓમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો આ ઘટનામાં કોઈના જીવનનો ભોગ લેવાયો હોત તો તેની જવાબદારી કોણ લેત? કોન્ટ્રક્શન સાઇટના આસામીની બેદરકારી કે મનપાની દેખરેખનો અભાવ? આવી પરિસ્થિતિઓમાં જનહિત અને જાહેર સલામતીની ખાતરી કઈ રીતે કરવામાં આવશે તેવો પ્રશ્ન ઉગ્ર બની રહ્યો છે.
સ્થાનિકોમાં રોષનો માહોલ
ઘટનાથી વિસ્તારના રહીશો ભારે રોષે ભરાયા છે. લોકોનું કહેવું છે કે શહેરમાં નવી ઇમારતોના બાંધકામ દરમિયાન ઘણી વખત આસામી બેદરકારીપૂર્વક જાહેર માર્ગો, નિકાશની વ્યવસ્થા કે વીજ સુવિધાને નુકસાન પહોંચાડે છે. પરંતુ તેના પરિણામો સામાન્ય નાગરિકોને સહન કરવા પડે છે.
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
