[ad_1]
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ફરીથી સ્થગિત થઇ ગયેલી બીજી ટી20 મેચ રમાડવામાં આવશે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે મેચ શરૂ થશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે, કેમકે ગઇકાલે સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. પરંતુ હવે રિપોર્ટ છે કે તેના સંપર્કમાં ટીમના સાતથી આઠ ખેલાડીઓ આવ્યા હતા, તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રિપોર્ટ છે કે, કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેને ટીમથી દુર કરી દેવામાં આવ્યો છે. અને તેના સંપર્કમાં આવેલા તમામ ખેલાડીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો જોકે, આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, યુજવેન્દ્ર ચહલ, પૃથ્વી શૉ, મનિષ પાંડે, કે.ગૌતમ અને ઇશાન કિશન કૃણાલ પંડ્યાના સંપર્કમા આવ્યા હતા. રિપોર્ટ એવા પણ છે કે આ તમામ કૃણાલ પંડ્યા સહિતા આ તમામ આઠ ખેલાડીઓને કડક આઇસૉલેશનમાં રાખવામાં આવ્યા છે, જેથી બીજી ટી20માં ટીમની બહાર પણ રહેવુ પડી શકે છે.
બીસીસીઆઇ સચિવ જય શાહે પણ એક નિવેદન આપીને કહ્યું હતુ કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી20 મેચ 27 જુલાઇએ રમાવવાની હતી, જેને હવે એક દિવસ આગળ ઠેલી છે, હવે આ 28 જુલાઇએ રમાશે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરીઝ રમાઇ રહી છે, રવિવાર સીરીઝની પ્રથમ ટી20 મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાના 38 રનોથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી હતી. પરંતુ બીજી ટી20 પહેલા મંગળવારે કૃણાલ પંડ્યા કોરોના પૉઝિટીવ આવતા બીજી ટી20ને સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે આજે બુધવારે બીજી ટી20 રમાવવા જઇ રહી છે. ખાસ વાત છે કે, સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસ કરી રહેલી ટીમ ઇન્ડિયાની કમાન અનુભવી બેટ્સમેન શિખર ધવનના હાથમાં છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે.
[ad_2]
Source link