- તંત્ર ને અનેક રજૂઆતો કરવાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં
મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિથી ભરપુર છે ત્યારે વર્ષોથી તંત્ર ની મીલીભગત થી ખનિજ માફીયાઓ દ્વારા ખનન વહન થાય છે ત્યારે મુળી તાલુકાનાં સરલા ગામે ખનીજ માફિયાઓના ત્રાસ થી આજે આધેડ વયના મહિલા એ ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર મચી જવા પામી છે સરલા રહેતાં અને મજુરી કામ કરી પેટીયું રળતા લીલાબેન ઉર્ફે પ્રેમબેન મંગાભાઈ ઝાલા ને સરકાર દ્વારા પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી અને ત્યાં મકાન બનાવી રહેતાં હોય તદન નજીક સફેદ માટી નું ખોદકામ કરતાં તેમાં જીલેટીન બ્લાસ્ટ કરવામાં આવતાં મકાન પડવાની ભિતી હોય તે બાબતે ખાણો બંધ કરવાનું કહેતા હતાં આ બાબતે કલેકટર કચેરી ખાતે પણ રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં આજદિન સુધી કોઈ પગલાં ભરવામાં આવેલ નથી ત્યારે સતત ધમકી નાં કારણે ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સરલા ગામે સરકારી પ્લોટ ફાળવણી કરવામાં આવી હતી જેમાં હાલ ખાણો સફેદ માટી ની ચાલું છે જે જમીન પ્લોટ ફાળવણી કરવામાં આવી છે જે ગરીબ માણસો ને આપવામાં આવેલ છે ત્યાં કોઈ પ્લોટ રહેલ નથી તમામ નું ખોદકામ થઈ ખાણો થઈ જવા પામેલ આમ છતાં ગ્રામ પંચાયત સરપંચ તલાટી મામલતદાર ટીડીઓ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી અને સરકારી પ્લોટ માં ખોદકામ અટકતું નથી અને હજારો ટન સફેદ માટી મોરબી પહોંચી ચુકી છે ત્યારે આજે મહિલા દિવસ નાં રોજ એક મહિલા ને રજુઆત ન સાંભળતા તંત્ર નાં કારણે ઝેરી દવા ગટગટાવી પડી છે તે દુઃખ દ ઘટનાં સામે આવી છે હાલ તેઓ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
