મહિલાઓની અતિ પ્રિય વાનગીઓમાં પાણીપુરીનું સ્થાન અગ્રિમ હરોળમાં છે. તેમાં પણ રગડા , લસણ, ફુદીના, લીંબુ, જીરા વગેરે ફ્લેવરની પાણીપુરી મહિલાઓ ખૂબ પસંદ કરી રહી છે. જો કે આ વચ્ચે શહેરમાં ચોકલેટ પાણીપુરીએ મહિલાઓનું ધ્યાન દોર્યું છે. જેને ખાવા માટે હવે મહિલાઓ લાંબી લાઈનમાં પણ ઉભી રહેવાં તૈયાર છે.
સુરત હંમેશા ખાણીપીણી માટે જાણીતું છે.અહીં લોકો અવનવી વાનગીઓ બનાવતા રહે છે.આ બધામાં પાણીપુરી એક એવી વસ્તુ છે.જે દરેક જગ્યા એ રહેતી મહિલાઓને ખૂબ જ પ્રિય હોય છે.મોટાભાગે પાણીપુરી ની લારીઓ પર મહિલાઓ જ વધુ જોવા મળતી હોય છે.અત્યારસુધી પાણીપુરી અલગ અલગ ફ્લેવર્સ આવતા હતા.જેમકે મસાલા પાણી પુરી,લસણ,ફુદીના,જીરા, હાજમાં,તુલસી અને કોલ્ડ પાણીપુરી નો સમાવેશ થાય છે.જો કે શહેર માં એક મીઠાઈ વિક્રેતા દ્વારા મહિલાઓ ની આજ પાણીપુરી ચોકલેટ પાણીપુરી ની વેરાયટી બનાવી છે.જે મહિલાઓ માં અત્યારે ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આ અંગે વિશાલ ભાઈ એ કહ્યું કે”પાણી પુરી મહિલાઓ ની પહેલી પસંદ છે.અમે તેને અલગ રીતે રજૂ કરવાં માંગતા હતા.અને તેથી અમે તેને ચોકલેટમાં બનાવવા નું નક્કી કર્યું .કારણકે ચોકલેટ પણ મહિલાઓ ને ગમતી હોય છે.અમે જ્યારે આ પ્રયાસ કર્યો ત્યારે ઘણીવાર નિષફળ પણ ગયા છે.ક્યારેક પાણીપુરી તૂટી પણ જતી હતી.તેથી અમે પહેલા તો પુરી તૂટે નહીં તેવું કર્યું.તેના પર ચોકલેટ લેયર્સ થી બને તે રીતે બનાવી.અને અમે તેમાં સફળ થયા.ચોકલેટ નું લેયર્સ બનાવ્યા બાદ તેને ફ્રીઝ કરવી પડે છે.જેથી લેયર બરાબર બેસે.આજ પાણીપુરી માં તમારે જે સ્ટફિંગ કરવું હોય તે તમે કરું શકો છે.અને તેમાં રસમલાઈ,બરફી અને અન્ય ઘણી વસ્તુઓ ના સ્ટફિંગ કર્યા છે.આ એક પાણીપુરી 20 રૂપિયા માં પડે છે.અત્યારે આ પાણીપુરી ની ઘણી ડિમાન્ડ છે.