Samay Sandesh News
ગુજરાતજામનગર

ગંગા સ્વરૂપા આર્થિક સહાય(વિધવા સહાય)યોજનાના લાભાર્થીઓ જોગ

જામનગર તા. ૨૨ ઓકટોબર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય) યોજના અંતર્ગત સહાય મેળવતા બહેનોને દર વર્ષે હયાતીની તથા પુનઃલગ્ન કર્યા નથી તે બાબતની ખરાઈ કરાવવાની હોય છે જેના માટે બહેનોને મામલતદાર કચેરી ખાતે જવું પડતું હતું, તે મુશ્કેલી દુર કરવા ગુજરાતની સંવેદનશીલ સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થી બહેનોને તેમના ઘર આંગણે જ ખરાઈ કરવા માટે મોબાઇલ એપ વિકસાવવામાં આવી છે. જેમાં સ્થળ પર જ ફોટો પાડી લાભાર્થી બહેનની ખરાઈ કરવામાં આવે છે અને આ માટે તેમણે કોઈ ખર્ચ કરવો પડતો નથી. સરકાર દ્વારા લોકોને વિવિધ સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી તા.૨૩/૧૦/૨૦૨૧(વોર્ડ નં ૫ થી ૮), ૨૯/૧૦/૨૦૨૧(વોર્ડ નં ૯ થી ૧૨) તથા ૩૦/૧૦/૨૦૨૧(વોર્ડ નં ૧૩ થી ૧૬)ના રોજ એમ.પી.શાહ ટાઉન હોલ, જામનગર ખાતે શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગંગા સ્વરૂપા બહેનોની સ્થળ પર જ ખરાઈ કરી આપવામાં આવશે. જેથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય) યોજનાના લાભાર્થી બહેનો કે જેમની ખરાઈ કરવાની બાકી હોય તેમણે આધારકાર્ડ, પોસ્ટ ઓફીસ/બેંક પાસબુક સાથે સેવા સેતુ કાર્યક્રમમાં હાજર રહી હયાતીની ખરાઈ કરાવવા મહિલા અને બાળ વિકાસ અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.

Related posts

રાજકોટ માં મહિલા દિવસની વિશિષ્ટ રીતે ઊજવણી

samaysandeshnews

ગીરનારની લીલી પરિક્રમાનું મહાત્મ્ય આજે પણ એટલું જ છે કારણ કે એ આજે પણ તેના પ્રાકૃતિક રૂપમાં છે.ક્યાંક સાંકડી પગદંડીઓ તો ક્યાક પહાડોમાં કુદરતી રીતે ઉદ્ભવેલા પગથિયાઓ

samaysandeshnews

જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્થળોમાં આજથી વેક્સિન સર્ટીફીકેટ ફરજિયાત

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!