Samay Sandesh News
ગુજરાતજામનગર

ગાંધીજયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં એક જ દિવસમાં ૪૧૭ ગ્રામસભા યોજાઇ

  • ગ્રામ પંચાયતોને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત તેમજ ઘન કચરાના વ્યવસ્થાપન થકી સ્વચ્છ આદર્શ ગ્રામ બનાવવાના ઠરાવ કરાયા
  • તમામ સભાઓમાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું

જામનગર તા.૦૪ ઓક્ટોબર, તા.૦૨ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે જામનગર જિલ્લામાં ૪૧૭ ગ્રામ પંચાયતો ખાતે એક જ દિવસમાં ૪૧૭ ગ્રામસભા યોજાઇ હતી. આ સભામાં સો ટકા કોવિડ વેક્સિનેશન અને તે સંબંધ થયેલ આનુસંગિક કામગીરીની વિગતવાર ચર્ચા કરાઇ હતી સાથે જ વતનપ્રેમ યોજના,૧૫ મા નાણાપંચ થી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી ગ્રામલોકોને માહિતગાર કરાયા હતા.

ગ્રામસભામાં ખાસ સ્વચ્છતાલક્ષી જાગૃતિ કાર્યક્રમ જેમાં હાલ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે કરવાની થતી પ્રવૃત્તિ તથા ગ્રામ પંચાયતને સ્વચ્છ રાખવા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત તેમજ ઓડીએફ સાતત્યતાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય કક્ષાએ બનાવવાના થતા વ્યક્તિગત શોકપીટ, સામૂહિક શોટપીટ અને રેટ્રો ફીટીંગ માટે ગ્રામસભામાં આવશ્યક યાદી તૈયાર કરાઈ હતી તેમજ તે અંગે બહાલી મેળવવામાં આવી હતી.

ગ્રામકક્ષાએ ઘન કચરા વ્યવસ્થાપન માટે જરૂરિયાત મુજબ વ્યક્તિગત કોમ્પોસ્ટ પીટ, સામૂહિક કોમ્પોસ્ટ પીટ તેમજ સેગ્રીગેશન શેડ માટે ઠરાવ તૈયાર કરવામાં આવ્યો હતો.ગ્રામકક્ષાએ ઘનકચરાના ડોર ટુ ડોર કલેકશન તેમજ વ્યવસ્થાપન માટે સખી મંડળની નિમણૂંક, ઘન કચરા વ્યવસ્થાપનમાં જોડાનાર સખી મંડળને નિયમિત મહેનતાણું મળવા અંગેની જોગવાઈ, ગ્રામ કક્ષાએ બનેલ વ્યક્તિગત તેમજ સામુહિક શૌચાલય નિયમિત ઉપયોગ થાય તેમજ તેની જાળવણી થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ ગ્રામકક્ષાએ નિમેલ સ્વચ્છાગ્રહીને વધુમાં વધુ સક્રિય થવા વિષે સમજુત કરવામાં આવ્યા હતા. તદુપરાંત ગ્રામજનોને ૧૦૦ દિવસીય ઝુંબેશ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ વિશે જાણકારી અપાઈ હતી.

આ પ્રસંગે લૈયારા ગ્રામ પંચાયત ખાતે એસ.એ.યુ.ના ડિરેક્ટર શ્રી એસ.એમ.પટેલ એ મુલાકાત લીધી હતી તેમજ લૈયારાના લોકોને આદર્શ ગ્રામ બનાવવા તરફ સ્વચ્છતાનો આગ્રહ રાખવા હિમાયત કરી હતી. તમામ ગ્રામ સભા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

Related posts

ડુપ્લીકેટ મેગીં મસાલા નાં કારખાનાં ઝડપી પાડયાં

samaysandeshnews

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરમાં મહોરમના તહેવારની ઉજવણી દરમિયાન અજાણ્યા લોકોની ટોળીએ પોલીસ પર કર્યો હુમલો

samaysandeshnews

Ministry : જામનગરના શ્રી પૂનમબેન માડમ દ્વારા ૩૦૦૦ થી વધુ ગરબીઓની બાળાઓને લ્હાણી વિતરણ કરાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!