ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર અલગ રીતે વિરોધ સાથે ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે
ઉતરાયણના દિવસે ગીરના તમામ ગામડાઓમાં ઇકોઝોન હટાવો ના નારા સાથેના પતંગો ચગાવી ઉત્તરાયણની અલગ રીતે ઉજવણી કરવા પ્રવીણ રામ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું
ત્યારે આ આહવાનને ધ્યાને લઇ તાલાલા, મેંદરડા અને વિસાવદરમાં વહેલી સવારથી યુવાનો અને નાના નાના ભૂલકાઓ ઉતસાહ સાથે ઇકોઝોન હટાવો ના નારા સાથે પતંગો ચગાવતા નજરે પડી રહ્યા છે
આ વિરોધમાં નાના ભૂલકાઓ પણ બાકાત રહ્યા નથી, નાના ભૂલકાઓ ઇકોઝોન નબુદના બેનરો સાથે ડાન્સ કરી રહ્યા છે અને રાજવીર રામ નામનો નાનો બાળક ભાજપ સરકારને ઇકોઝોન નાબૂદ કરવા માટે અપીલ કરતો જોવા મળે છે
પ્રવીણ રામના આ આહવાન બાદ વહેલી સવારથી રાજુભાઇ બોરખતરીયા,હરેશભાઈ સાવલિયા,દિનેશભાઈ પટેલ ,વિજય હીરપરા તેમજ અન્ય આગેવાનો આ આયોજનને સફળ બનાવવા કામે લાગી ગયા છે
આ પ્રોગ્રામ બાબતની પ્રતિક્રિયા આપતા પ્રવીણ રામે જણાવ્યું કે આ પ્રોગ્રામથી અમે સરકારને ઇકોઝોન સદંતર નાબૂદ કરવા સપષ્ટ સંદેશ આપીએ છે