માહિતી આયોગ દ્રારા તારીખ 13/12/2021 નો હુકમ કરેલો હોવા છતાં માહિતી આપતા નથી અને અધિનિયમ 2005 ના ઉડાવી રહ્યાં ધજાગરા અને કાયદા નો દૂરપ્રયોગ થતો હોય એવુ લાગી રહ્યું છે.
ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકા ના ઘંટીયાપ્રાચી ની ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી શ્રી અને સરપંચ શ્રી દ્રારા કાયદાના નિર્દેશ વિરુદ્ધની પ્રવૃત્તિ થતી હોય તે અંગે સત્ય ના મૂળ સુધી પહોંચવા ઘંટીયા ગામ ના પરમાર મનુભાઈ વરશીંગભાઈ આર ટી આઈ. મુજબ માહિતી માંગેલ હોય પરંતુ સમય મર્યાદામાં તલાટી મંત્રી કે સરપંચ દ્રારા કોઈપણ પ્રકાર ની માહિતી ન આપતા 30 દિવસ બાદ તાલુકા વિકાસ અધિકારી અને પ્રથમ અપીલ સત્તાધિકારી સુત્રાપાડા ને પ્રથમ અપીલ કરેલી હતી. જેથી પ્રથમ અપીલ અધિકારી દ્રારા તારીખ 08/11/2021 અને 16/12/2021 નો રોજ માહિતી આપવાનો હુકુમ કરેલ.પરંતુ તલાટી મંત્રી કે સરપંચ દ્રારા ખાલી રેકર્ડ નિરીક્ષણ માટે બોલાવેલ પણ માહિતી આપવામાં નથી આવીતી જેથી અરજદાર પરમાર મનુભાઈ દ્રારા ગાંધીનગર આયોગ માં બીજી અપીલ તારીખ 11/11/2021 ના દાખલ કરેલ તે અનુસંધાને ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્રારા તારીખ 13/12/2021 નો હુકુમ કરેલ પણ તલાટી મંત્રી અને સરપંચ આયોગ નો હુકુમ ની અમલ વારી કરવાને બદલે ખોટું પંચરોજકામ કરી ને ખુલ્લેઆમ માહિતી છુપાવવાનો પ્રયાશ કરી રહ્યાં છે તો આયોગ દ્રારા તલાટી મંત્રી અને સરપંચ શ્રી ઉપર કેવીક કાર્યવાહી કરવામાં આવે છે અને અરજદાર ને ક્યારે માહિતી મળે એ જોવું રહ્યું.