ગુજરાતમાં 17 ઑગસ્ટ સુધી સારા વરસાદ માટે રાહ જોવી પડશે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
હાલ ઓછા વરસાદને કારણે ગુજરાતના 4 ડેમ તળિયાઝાટક સ્થિતિમાં આવી ગયા છે.
રાજ્યમાં વરસાદ મામલે અંશતઃ રાહતના સમાચાર સામે આવ્યા છે.
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. હાલ ભારે વરસાદ ની હાલ કોઈ સંભાવના નહિ. પરંતુ 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી વરસાદની પુનઃ શરૂઆત થશે. તબક્કાવાર ઉત્તર ગુજરાત તરફ વરસાદ વધશે. હાલ ચોમાસાનો ડ્રાય સ્પેલ ચાલી રહ્યો છે, પરંતુ ફરીથી વેટ સ્પેલ પણ આવશે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી રાજ્યમાં 46 ટકા વરસાદની ઘટ છે.