ગુજરાત ના સપૂત અને દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 71માં જન્મ દિવસ નિમિતે સેવા એજ સમર્થનના ભાવ સાથે શરૂ સેક્સન ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી હવનનું આયોજન યોગ આયોગ બોર્ડ ના જામનગરના મુખ્ય યોગ કોચ હર્ષિતાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ ત્યારે હાજર રહેલ.
જામનગર ના પ્રથમ મેયર શ્રી બીનાબેન કોઠારી સાથે શાસક જૂથ ના નેતાશ્રી કુસુમબેન પંડ્યા સાથે ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટર શ્રીઓ તથા શહેર મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ બ્રહ્મ મહિલા અગ્રણી દિપાલીબેન પંડ્યા બ્રહ્મ અગ્રણી રોશનીબેન દવે બ્રહ્મ અગ્રણી પારૂલબેન પંડ્યા સાથે ક્રિષ્નાબેન વિઠલાણી અને ઉર્મિલાબેન ઉમરાણીયા એ હાજર રહી ગાયત્રી મંત્ર ના મંત્રોચ્ચાર સાથે હવન માં આહુતિ આપી હતી તેમજ ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી ના દીર્ઘાયુ ની પ્રાર્થના કરી હતી….