Samay Sandesh News
ગુજરાત

ગુજરાત ભાજપમાં મોટો ફેરફાર, સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાને હટાવાયા, જાણો કોની કરાઈ નિમણૂક ?

[ad_1]

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરાયો છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં દોઢ દાયકાથી કામ કરતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.  ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમાયેલા રત્નાકર આ પહેલાં બિહારમાં ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા હતા. 

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રીપદેથી ભીખુભાઈ દલસાણિયાની વિદાયે ભાજપના નેતાઓને પણ ચોંકાવી દીધા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એટલે કે બે દાયકા કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે કામ કરનારા દલસાણિયા મોદીના વિશ્વાસુ મનાતા હતા પણ તેમને હટાવી દેવાયા છે. દલસાણિયાને રાષ્ટ્રીય સંગઠનમાં મોટી જવાબદારી સોંપાય એવી શક્યતા છે. 

[ad_2]

Source link

Related posts

પાટણ ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટીક એકત્રીકરણ માટે આઈ.સી.ડી.એસ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઇ

samaysandeshnews

પરીક્ષાને બે માસ બાકી છે ત્યારે વિદ્યાર્થીઓને સ્વાધ્યાયપોથી આપવાનું યાદ આવ્યું

samaysandeshnews

રાજકોટ : વિંછીયાનાં સ્થાનિક પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

cradmin

Leave a Comment

error: Content is protected !!