ગોંડલ ઉમવાળા રોડ પર આવેલ કિશોરભાઈ બાવાભાઈ વેકરિયા ના ખેતર માં આવેલ કુવા માં અકસ્માતે ઘણ ખૂટ પડ્યો કુવા ની ઊંડાઈ આશરે 80 ફૂટ છે અને કુવા માં 15 ફૂટ જેટલું પાણી ભરેલ હતું કુવા માં ધણ ખૂટ પડ્યા ની જાણ ગૌ મંડળ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ગોરધનભાઈ પરડવા ને થતા તુરંતજ તેમની ટિમ સાથે સ્થળ પર પહોંચી.
ક્રેન ની મદદ થી 3 કલાક ના રેસ્ક્યુ ઓપરેશન કરી ધણ ખૂટ ને બહાર કાઢવામાં આવ્યો આ રેસ્ક્યુ માં ગૌ મંડળ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ ગોરધનભાઈ પરડવા, ગોંડલ ફાયર ના કિશોરભાઈ ગોહેલ, અમીન ખીરાણી, રસિકભાઈ ટીલાળા, અજય દુધરેજીયા અને મયુરભાઈ તળાવીયા સહિતના લોકો જોડાયા હતા.