ગોડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું…
રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલની ટીમનો દરોડો…
જુગાર રમતા કુલ ૭ શકુનીઓ ઝડપાયા : કુલ રોકડ રૂ. ૭૪,૫૦૦/- તથા મોબાઈલ ,વાહનો સહિત કુલ રૂ ૧,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે…
રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની સૂચના મુજબ રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલ તથા PSI. એસ. જે. રાણા સાથે પો.સ્ટાફ ગોડલ ડીવીજન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, ને સંયુક્ત રાહે મળેલ બાતમી આધારે ગોડલ તાલુકા પો.સ્ટે. ના સુલતાનપુર ગામ માંથી જુગારનો અખાડો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.
આરોપી (૧) કેશુભાઇ પોપટભાઇ ગોંડલીયા જાતે.પટેલ રહે. સુલતાનપુર તા.ગોંડલ (મકાન માલીક) (૨) જયેશભાઇ વસંતભાઇ જાતે કલાલ રહે.જેતપુર (૩) વીઠ્ઠલભાઇ પોપટભાઇ વૈષ્ણવ જાતે.પટેલ રહે. સુલતાનપુર તા.ગોંડલ (૪) ચેતનભાઇ અમીચંદભાઇ મડીયા જાતે.વાણીયા રહે.જુનાગઢ (૫) હરેશભાઇ પોલાભાઇ ઠકરાણી જાતે.કોળી રહે.જેતપુર (૬) સોનાલીબેન ડો/ઓફ નારણભાઇ સોંદરવા રહે.જુનાગઢ (૭) ચંન્દ્રીકાબેન વા/ઓફ પ્રકાશભાઇ મોટુભાઇ હરવાણી રહે.જુનાગઢ
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડા રૂપીયા ૭૪,૫૦૦/ તથા મોબાઇલ ફોન નંગ ૫ કી.રૂ. ૧૮,૦૦૦/- તથા ફોર વ્હીલ કાર નંગ -૧ કી.રૂ. ૩૦,૦૦૦/- કુલ કિ.રૂ. ૧,૨૨,૫૦૦/-નો મુદ્દામાલ જપ્ત
કામગીરી રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલ તથા PSI એસ.જે. રાણા, ASI મહેશભાઈ જાની, પો.હેડ.કોન્સ. નિલેશભાઈ ડાંગર, અનીલભાઈ ગુજરાતી, પો.કોન્સ. દિવ્યેશભાઈ સુવા, પ્રહલાદસીંહ રાઠોડ, કૌશીકભાઈ જોશી, રૂપકભાઈ બોહરા, એ.એસ.આઇ.અમુભાઈ વિરડા.. સહિતના જોડાયા હતા