Samay Sandesh News
ગુજરાતસબરસ

ભારતના રાજકીય ઈતિસાહ માં મહત્વ નો નિર્ણય”વન નેશન, વન ઈલેક્શન” અન્વયે યોજાયો વિશેષ કાર્યક્રમ.

ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, પણ આ પર્વ સમયે લાખો માનવ કલાકો, ખરબો રૂપિયા અને અર્થતંત્ર કામે લાગતું હોય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ની સરકાર એ નિરીક્ષણ કર્યું કે વારંવાર અનિયમિત રીતે થતી ચૂંટણીઓ થી દેશ અને દેશ ની પ્રજા ને પ્રત્યેક્ષ કે પરોક્ષ અનેક નુકશાન જઈ રહ્યું છે . લાખો માનવ કલાકો, આચારસંહિતા નો સમય ગાળો, ચૂંટણી પાછળ ખર્ચાતા નાણાં વગેરે ને ધ્યાને રાખી વન નેશન વન ઈલેક્શન ની નીતિ લાગુ કરવા નીર્ધાર કર્યો. આ તબ્બકે પ્રજા પાસે થઈ મંતવ્યો લેવામાં આવશે તથા એક નિષ્પક્ષ કમિટી દ્વારા તેનું પૂરું મૂલ્યાંકન કરી આ નીતિ લાગુ કરવા, દેશ ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યો છે.

1951-52 થી 1967 સુધી, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ મોટે ભાગે એકસાથે યોજાતી હતી અને ત્યારપછી ચક્ર તૂટી ગયું હતું અને હવે, ચૂંટણી લગભગ દર વર્ષે અને એક વર્ષમાં જુદા જુદા સમયે યોજાય છે. સરકાર અને અન્ય હિસ્સેદારો દ્વારા મોટા ખર્ચમાં પરિણમે છે, સુરક્ષા દળો અને અન્ય ચૂંટણી અધિકારીઓની તૈનાતી તેમની મુખ્ય ફરજો, આદર્શ આચાર સંહિતા, વગેરે લાંબા ગાળા માટે અમલમાં રહે છે, જેના પરિણામે લાંબા સમય સુધી વિકાસ કાર્ય ખોરવાય છે.

ભારતના કાયદા પંચે, ચૂંટણી કાયદામાં સુધારા અંગેના તેના 170મા અહેવાલમાં અવલોકન કર્યું છે કે: “દર વર્ષે અને યોગ્ય સમય વિના ચૂંટણી યોજવાના ચક્રને નાબૂદ કરવું જોઈએ. આપણે અગાઉની સ્થિતિ પર ફરી વિચાર કરવો જોઈએ જ્યાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. તે સાચું છે કે આપણે બધી પરિસ્થિતિઓ અથવા શક્યતાઓની કલ્પના કરી શકતા નથી અથવા પૂરી પાડી શકતા નથી. કલમ 356 ના ઉપયોગને કારણે (જે S.R. બોમાઈ વિ. યુનિયન ઓફ ઈન્ડિયામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી નોંધપાત્ર રીતે ઘટાડી દેવામાં આવી છે) અથવા અન્ય કોઈ કારણથી, વિધાનસભા માટે અલગ ચૂંટણી યોજવી એ એક અપવાદ હોવો જોઈએ અને નિયમ નહીં; નિયમ એવો હોવો જોઈએ કે ‘લોકસભા અને તમામ વિધાનસભા માટે પાંચ વર્ષમાં એક વખત ચૂંટણી થવી જોઈએ.

સંસદીય સ્થાયી સમિતિ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય વિભાગ ‘લોકસભા અને રાજ્ય વિધાનસભાની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતા પર ડિસેમ્બર 2015માં સબમિટ કરેલા તેના 79મા અહેવાલમાં, તેણે આ મુદ્દાની પણ તપાસ કરી છે અને બે તબક્કામાં એકસાથે ચૂંટણી યોજવાની વૈકલ્પિક અને વ્યવહારુ પદ્ધતિની ભલામણ કરી છે.


હવે, તેથી, ઉપરોક્તને ધ્યાનમાં રાખીને અને રાષ્ટ્રીય હિતમાં, એકસાથે ચૂંટણીઓ યોજવી ઇચ્છનીય છે, ભારત સરકાર આથી દેશમાં એક સાથે ચૂંટણીના મુદ્દાની તપાસ કરવા અને એક સાથે ચૂંટણીઓ યોજવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ (ત્યારબાદ ‘HLC’ તરીકે ઓળખાય છે) ની રચના કરે છે.


આ તબ્બકે દેશની તમામ સામાજિક સંસ્થાઓ, ગ્રુપ, ધાર્મિક સંસ્થા, એસોસિયેશન, એસોસિયેશન ઓફ પીપલ દ્વારા વન નેશન, વન ઈલેક્શન ને ટેકો જાહેર કરાઈ રહ્યો છે. આ તબ્બકે જામનગર શહેર માં વિવિધ સંસ્થા, એસોસિયેશનો, ધાર્મિક સંસ્થાનો ઇત્યાદિ દ્વારા વન નેશન, વન ઈલેક્શન ને વિશેષ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.


આ અન્વયે જામનગર એડ્વોકેટ્સ એન્ડ લીગલ એસોસિયેટ્સ આયોજિત એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ એ વન નેશન, વન ઇલેશન ઉપર ઉદબોધન કરેલ.

આ કાર્યક્રમમાં વિશેષ થી સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાં, મુખ્ય વક્તા સંજયભાઈ રાવલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભેંડેરી, માનનીય ધારાસભ્ય રીવાબા જાડેજા સહીત જામનગર શહેર ના શ્રેષ્ઠિઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ ના હોદેદારો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા, તથા “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” અભિયાનમાં સમર્થન આપેલ.

Related posts

જામનગર : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી બી. એ શાહની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની બેઠક યોજાઇ.

cradmin

સુરતમાં સ્પાનાં નામે ચાલતાં આડા ધંધા પર પોલીસનો દરોડો

samaysandeshnews

પાટણ : રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર સર્જાયો ગોજારો અકસ્માત.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!