- ફરીયાદની વિગત
ગઇ તા.૦૮/૦૨/૨૦૦૦ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં વેરાવળ બસ સ્ટેશન ખાતે ફરીયાદીશ્રી ઇરફાનભાઇ મહોમદભાઇ ઐબાણી રહે. વેરાવળ દુવાગીરી કોલોની વાળાના પેન્ટના ખીસ્સામાંથી તેમના વેપાર ધંધા માટેના રૂા.૧,૧૮,૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમએ ભીડનો લાભ લઇ ફરીની નજર ચુકવી બસમાં બેસતી વખતે ફરી.ના ખીસ્સામાંથી સેરવી લઇ ગયેલનો બનાવ નવેલ જે અન્વયે અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધમાં વેરાવળ સીટી પો.સ્ટે.ગુ.ર.ન.૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો રજી.થયેલ હતો.
સદરહુ ગુન્હાઓની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી મનીન્દર પ્રતાપસીંગ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ નાઓએ તરફથી આવા ભીડભાડ વાળા વિસ્તારોમાં નજર ચુકવી પૈસા સેરવી લેવાના ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડી આવા બનાવો બનતા અટકાવવા સારૂ જરૂરી કાર્યવાહી કરવા સુચના મળેલ જે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.ડી.પરમાર નાઓએ PSI એચ.બી.મુસાર તથા PSI આર.એચ.સુવા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ફાળવી અલગ અલગ ટીમોની રચના કરી ઉપરોક્ત ગુન્હાના અજાણ્યા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરેલ અને ગુન્હાવાળી જગ્યાના સીસીટીવી ફુટેજનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આશરે પીસતાલીસથી પચાસેક વર્ષની ઉમરનો શરીરે પેન્ટ શર્ટ પહેરેલ એક ઇસક શંકાસ્પદ જણાયેલ જેથી આ શકમંદ ઇસમને પકડી પાડવા સારૂ પો.ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર ના માર્ગદર્શન હેઠળ PSI આર.એચ.સુવા તથા સ્ટાફના ASI દેવદાનભાઇ, ASI ગીરીશભાઇ તથા HC નટુભા, HC મયુરભાઇ, HC સુનીલભાઇ, HC અરજણભાઇ, PC કમલેશભાઇ, PC અશોકભાઇ, PC પ્રદિપભાઇ તથા PC પ્રવિણભાઇ નાઓની ટીમો વેરાવળ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા આ દરમ્યાન HC નટુભા તથા PC અશોકભાઇ ને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સીસીટીવી ફુટેજમાં દેખાતો શકમંદ ઇસમ હાલ વેરાવળ બસ સ્ટેશનમાં આટા મારે છે અને તેમણે શરીરે સફેદ કલરનું ચોકડી વાળુ શર્ટ તથા કોડી કલરનું પેન્ટ પહેરેલ છે તેવી બાતમી હકીકત મળતા જે બાતમી હકીકત આધારે વેરાવળ બસ સ્ટેશન ખાતેથી આ શકમંદ ઇસમ અમીનભાઇ અબ્દુલભાઇ તરીયા જાતે. અન્સારી, ઉ.વ.૫૧, ધંધો. મજુરી, રહે. મુળ જસદણ હાલ રહે. જામનગર, સરૂસેકશન રોડ, પંચવટી સોસાયટી, બ્લોક નં.-૨ વાળાને પકડી પાડેલ અને મજકુરની અંગઝડતીમાંથી એક લાખ અઢાર હજાર જેટલી રોકડ રકમ મળી આવેલ જે રકમ ક્યાંથી લાવેલ છો ? તે બાબતે મજકુર આરોપીની પુછપરછ કરતા મજકુર આરોપી ફરતા ફરતા જવાબ આપવા લાગેલ અને કોઇ સંતોષકારક હકીકત જણાવેલ નહી જેથી મજકુર ઇસમને વિસ્વાસમાં લઇ પુછપરછ કરતા આરોપીએ આ રકમ ગઇ તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ બપોરના બાર સાડા બાર વાગ્યાના સુમારે વેરાવળ બસ સ્ટેશનમાં પેસેન્જરોની ભીડમાં બસમાં ચડી રહેલ એક પેસેન્જરના પેન્ટના ખીસ્સામાંથી ભીડનો લાભ લઇ નજર ચુકવી સેરવી લીધેલ તે રકમ હોવાની કબુલાત આપતા મજકુર આરોપીને વેરાવળ સીટી પો.સ્ટે. ગુ.ર.ન. ૪૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબના ગુન્હાના કામે તા.૧૫/૦૨/૨૨ ના કલાક-૨૧/૦૦ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે અને આરોપીની પુછપરછ દરમ્યાન હકીકત બહાર આવેલ કે આરોપી છેલ્લા દશેક વર્ષથી પીક પોકેટીંગના ગુન્હાઓ આચરે છે અને છેલ્લા સાત વર્ષના સમય ગાળામાં વેરાવળ શહેર રાજકોટ શહેર તથા દેવભુમી દ્વારકા શહેરોના બસ સ્ટેશનોમાં પેસેન્જરોની ભીડનો લાભ લઇ નજરચુકવી પેસેન્જરોના ખીસ્સાઓમાંથી પૈસા સેરવી લઇ આશરે ૧૬૦ જેટલા ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત આપેલ છે.
- આરોપીઓનો ગુન્હાઇત ઇતીહાસ
આ કામના આરોપી મુળ રાજકોટ જીલ્લાના જસદણનો વતની હોય અને ત્રીસેક વર્ષથી જામનગર ખાતે સરૂ સેક્શન રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં રહે છે. અને આરોપી જુગાર રમવાની ટેવ ધરાવતો હોય જેથી જુગારમાં પૈસા હારી જતા પીટ પોકેટીંગના ગુન્હાઓ આચરી સરળતાથી પૈસા કમાવાનું ચાલુ કરેલ અને આરોપી સને ૨૦૦૫ ના વર્ષમાં જામનગર પંચકોષી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ૩૦૨ મુજબના ગુન્હામાં પકડાયેલ અને સાતેક માસ જેલમાં રહેલ ત્યાર બાદ મજકુર આરોપી દેવભુમી દ્વારકા તથા રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પીક પોકેટીંગના એક એક ગુન્હામાં પકડાયેલ હોવાની કબુલાત આપેલ છે.
- આરોપીની એમઓ
આ કામનો આરોપી જુદા જુદા શહેરોના બસ સ્ટેશનોને ટાર્ગેટ બનાવી પેસેન્જરોની ભીડ વચ્ચે જઇ ભીડનો લાભ લઇ ટાર્ગટ કરેલ પેસેન્જરને કોઇ અણીયાળી વસ્તુ ચુભાવી નજર ચુકવી દઇ પેસેન્જરોના ખીસ્સામાંથી રોકડ રકમ સેરવી લેઇ ગુન્હાઓ આચરે છે.
- આરોપીએ કબુલાત આપેલ ગુન્હાઓ
(૧) સને ૨૦૧૪ ના વર્ષમાં એકવાર વેરાવળ આવેલ ચાર દિવસ વેરાવળ રોકાયેલ ત્યારે રોજ વેરાવળ બસ સ્ટેશનમાં જતો એકાદ પેસેન્જરના ખીસ્સામાંથી ભીડનો લાભ લઇ નજર ચુકવી પૈસા સેરવી લેતો અને ત્યારે ચાર દિવસમાં જુદા જુદા પેસેન્જરોની નજરચુકવી આશરે રૂા.૩૦,૦૦૦/- મેળવેલ.
(૨) સને ૨૦૧૬ ના વર્ષમાં વેરાવળ ત્રણ દિવસ રોકાયેલ અને ત્રણ દિવસમાં બસ સ્ટેશનમાં પેસેન્જરોના ખીસ્સામાંથી ભીડનો લાભ લઇ નજર ચુકવી આશરે રૂા.૨૦,૦૦૦/- મેળવેલ.
(૩) સને ૨૦૧૭ થી ૨૦૧૯ ના વર્ષમાં દર મહીને બે ત્રણ વાર વેરાવળ બસ સ્ટેશનમાં આવતો અને આ બે વર્ષના સમયગાળામાં આશરે ચાલીસેક વાર જુદા જુદા પેસેન્જરોના પૈસા ચોરેલ જેમા આશરે રૂપીયા ૩,૦૦,૦૦૦/- મેળવેલ.
(૪) સને ૨૦૨૧ ના એપ્રિલ મહીનામાં વેરાવળ આવેલ ત્યારે બે દિવસ રોકાયેલ અને બે દિવસમાં બસ સ્ટેશનમાં પેસેન્જરોના ખીસ્સામાંથી આશરે રૂા.૧૨,૦૦૦/- મેળવેલ.
(૫) ગઇ તા.૦૫/૦૨/૨૦૨૨ ના રોજ વેરાવળ આવેલ અને ત્રણ દિવસ રોકાયેલ ત્યારે પહેલા દિવસે તા.૦૫/૦૨/૨૨ ના રોજ વેરાવળથી તાલાળા જતી બસમાંથી એક પેસેન્જરના ખીસ્સામાંથી રૂા.૪૦૦૦/- ત્યાર બાદ તા.૦૭/૦૨/૨૦૨૨ ના રોજ રાજકોટ રૂટની બસમાં ચડતી વખતે એક પેસેન્જરના ખીસ્સામાંથી રૂા.૬૨૦૦/- તથા તા.૦૮/૦૨/૨૦૨૨ ના રોજ દાહોદ વેરાવળ વાળી બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઇ એક પેસેન્જરના પેન્ટના ખીસ્સામાંથી રૂા. ૧,૧૮,૦૦૦/- મેળવેલ.
(૬) આજથી દશ વર્ષ પહેલા રાજકોટ બસ સ્ટેશનમાંથી પીક પોકેટીંગના ગુનહાઓ આચરવાની શરૂઆત કરેલ જેમાં રાજકોટ બસ સ્ટેશનમાં દર મહીનામાં એક થી બે વાર જતો અને પેસેન્જરોની ભીડમાં જઇ પેસેન્જરોની નજર ચુકવી પૈસા સેરવી લેતો જેમાં છેલ્લા દશેક વર્ષમાં રાજકોટ બસ સ્ટેશનમાંથી આશરે ૧૨૦ જેટલા ગુન્હાઓ આચરેલ. જેમાં સને ૨૦૧૦ ના વર્ષમાં એક વાર રાજકોટ એડીવીઝન પોલીસમાં પકડાયેલ છે.
(૭) સને ૨૦૧૧ ના વર્ષમાં દ્વારકા બસ સ્ટેશનમાં ત્રણ ગુન્હાઓ આચરેલ જેમાં ત્રીજી વખતે પોલીસમાં પકડાઇ જતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ.
- કામગીરી કરનાર ટીમ
વેરાવળ સીટી પો.સ્ટે.ના પો. ઇન્સ. શ્રી ડી.ડી.પરમાર ના માર્ગદર્શન મુજબ વેરાવળ સીટી પો.સ્ટે.ના PSI શ્રી એચ.બી.મુસાર તથા PSI આર.એચ.સુવા તથા ASI દેવદાનભાઇ કુંભરવડીયા તથા ASI ગીરીશભાઇ વાઢેર તથા HC નટુભા બસીયા તથા HC મયુરભાઇ વાજા તથા HC સુનિલભાઇ સોલંકી તથા HC અરજણભાઇ ભાદરકા તથા PC પ્રદિપસિંહ ખેર તથા PC કમલેશભાઇ ચાવડા તથા PC અશોકભાઇ મોરી તથા PC પ્રવિણભાઇ બાંભણીયા નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા.