Latest News
વિમ્બલ્ડન અંડર-૧૪માં ગીર સોમનાથની જેન્સી કાનાબારે ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ મંચ પર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: વીરણીયા ગામેથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો ઝડપાયા જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા

જામનગરની ખાનગી શાળાને ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને

વધુ ફી ઉઘરાવવા માટે રૂ. ૨.૫૦ લાખનો દંડ કરાયો: શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર

ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી ફી અંગે વિધાનસભા ગૃહમાં માહિતી આપતા શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં ખાનગી શાળાઓ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીના હુકમોનું ઉલ્લંઘન કરીને વધુ ફી ઉઘરાવવામાં આવતી હોવાની જામનગર જિલ્લામાં કુલ ૦૧ ફરિયાદ અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એકપણ ફરિયાદ મળેલ નથી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાની શાળાને ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ-૨૦૧૭ની કલમ-૧૪(૧) મુજબ રૂ. ૨.૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્યની કુલ ૨૬,૧૧૦ સ્વનિર્ભર શાળાઓ પૈકી ૧૨ ટકા એટલે કે ૩,૧૭૫ શાળાઓએ ફી નિયમન સમિતિઓમાં ફી વધારા માટે અરજી કરી હતી, જ્યારે બાકીની ૨૨,૯૩૫ એટલે કે ૮૮ ટકા જેટલી શાળાઓએ ફી ન વધારી એફીડેવીટ કરી છે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સ્વનિર્ભર શાળા અધિનિયમ-૨૦૧૭માં કાયદાના ભંગ અંગે કલમ-૧૪માં કરેલી જોગવાઈ મુજબ સ્વનિર્ભર શાળાને પ્રથમવાર કાયદાના ભંગ માટે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ, બીજીવાર પાંચ થી દસ લાખ રૂપિયા અને ત્રીજીવાર કાયદાના ભંગ માટે શાળાને અપાયેલ માન્યતા રદ કરવા-એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવે છે.

આ દંડની રકમ વસુલ કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફીની બમણી રકમ પણ શાળાએ પરત કરવાની રહે છે. આ ઉપરાંત રકમની ચુકવણી તે અંગેનો હુકમ મળ્યાની તારીખથી પંદર દિવસમાં કરવાની રહે છે. ત્યારબાદ વસુલાત કરવાની કુલ રકમના એક ટકા પ્રતિદિન લેખે ભરપાઈ કર્યાની તારીખ સુધી દંડ વસુલ કરવામાં આવશે. જો આ રકમ ત્રણ મહિનાની મુદત સુધીમાં ભરપાઈ કરવામાં નહી આવે તો તે રકમ જમીન મહેસુલની બાકી લેણાની બાકી રકમ તરીકે ગણીને વસુલ કરવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?