અગનજવાળાઓ ટ્રાન્સફોર્મર સુધી પહોંચી: સદ્નસીબે જાનહાનિ ટળી
જામનગરની એક માત્ર સરકારી સજુબા ક્ધયા શાળા પાસે મંગળવારે સવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જો કે, મોટી દુઘર્ટના સહેજમાં ટળી હતી. કારણ કે, આગની જ્વાળાઓ વીજતંત્રના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. કચરો ઉપડાવામાં ઘોર બેદરકારીના કારણે કોઇએ કચરામાં દિવાસળી ચાંપી સળગાવતા આગ લાગી હતી.
જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક ઘણાં સમયથી કચરાનો ઢગલો પડ્યો છે. આ સ્થળેથી કચરો ઉપાડવામાં ન આવતો હોવાથી અમુક વેપારીઓએ ત્યાંથી પસાર થતી કચરાની ગાડીવાળાને કચરો ઉપાડવા માટે કહ્યું હતું. પરંતુ આ પોઈન્ટ અમારામાં આવતો નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. સફાઈ કરતા કામદારો પણ કચરો ઉપાડતા ન હતાં. આથી કોઈ વ્યક્તિએ રોષે ભરાઈને તે કચરો સળગાવ્યો હતો. આથી તેમાંથી નીકળતી જ્વાળાઓ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સુધી પહોંચી હતી. જો કે, તે પહેલા આગ ઓલવવામાં આવતા મોટી દુઘર્ટના ટળી હતી. ક્ધયા શાળા પાસે શા માટે કચરો નાખવામાં આવે છે તે સળગતો સવાલ ઉભો થયો છે.