જામનગર: ગઈકાલે ડ્રિલિંગ દરમિયાન 66 કે.વી.નો હેવી કેબલ કપાતા 3 મજૂરો દાઝયા બ્રિજના પીલોર ઉભા કરવા ખાડો ખોદીને ડ્રિલિંગ કરાતા અન્ડરગ્રાઉન્ડ કેબલ કપાયો હતો.
સાત રસ્તાથી ગુરૂદ્વારા ચોકડી વચ્ચે મેટ મશીનથી બોરીગ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે જેટકોના 66 કેવીના લાઇનને બોરીગ અડી જતાં ઇલેકટ્રીક વાયરનો ગુછડો બહાર નિકળતા મશીન બહાર કાઢી લેવામાં આવ્યું હતું અને તેમાં શું થયું છે તે જોવા કંપનીના ઓપરેટર ગયા અને દાઝયા હતા.
હાલ આ ત્રણ ઓપરેટરોને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે આ બનાવ બાદ આ બ્રિજનું કામ રોકી દેવામાં આવ્યું હતું હાલ આજ સવારથી આ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે
- મનતોસ બિશ્વાસ (ઉ.વ.22),
- લેબર ઇરફાન જહાગીર (ઉ.વ.19),
- તથા હેલ્પર મોહજફર રહેમાન (ઉ.વ.19)